<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

નેગોશીએબલના ગુન્હામાં ત્રણ માસથી સજા થયેલ નાસતા -ફરતા આરોપીને પકડી પાડતી જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસ

બાતમીના આધારે હાપા બસ સ્ટેશનના ઢાળીયા પાસેથી પકડી લેવાયો

જામનગર :રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) નાઓ દ્વારા જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા કડક સુચના કરવામા આવેલ હોય, જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્રારા જામનગર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા અસરકારક કાર્યવાહી કરવા કડક સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ જામ.ગ્રામ્ય વિભાગ જામનગર તથા પંચ એ ડિવી.પો.સ્ટે.ના પો. ઇન્સ. એમ.એન.શેખના માર્ગદર્શન મુજબ પંચકોષી એ ડીવી. પો.સ્ટે. ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના એ.એસ.આઇ શોભરાજસિંહ જી.જાડેજા તથા પો.કોન્સ શિવરાજસિંહ કે.જાડેજા નાઓને સંયુક્ત ખાનગીરાહે હકીકત મળેલ કે, નામદાર ૦૪ થા એડી. ચીફ. જ્યુડી. મેજી.ની કોર્ટ જામનગરના ક્રીમીનલ કેશ નં. ૫૭૬/૨૦૨૫ ના તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે નામદાર કોર્ટે તક્સીરવાર ઠરાવી "એક વર્ષ" ની સાદી કેદની સજાનો હુકમ કરેલ હોય, તે આરોપી આનંદ વિજયભાઇ રણૉલીયા (રહે. ખીરા ફર્નીચર વેલનાથ સોસાયટી મેઇન બજાર હાપા તા.જી.જામનગર વાળો ) હાલ હાપા બસ સ્ટેન્ડના ઢાળીયા પાસે ઉભો હોવાની હકીકત મળતા, સદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય, જેથી મજકુર આરોપીને હસ્તગત કરી જામનગર જીલ્લા જેલમા મોકલવા તજવીજ કરવામા આવેલ છે
આરોપી આનંદ વિજયભાઇ રણૉલીયા (રહે. ખીરા ફર્નીચર વેલનાથ સોસાયટી મેઇન બજાર હાપા તા.જી.જામનગર) ને પકડી લેવાયો છે 

આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.શેખ તથા એ.એસ.આઈ. શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજા તથા પો.કોન્સ. શિવરાજસિંહ કિશોરસિંહ જાડેજા વિગેરે નાઓએ કરેલ છે.

(7:32 PM IST)