News of Monday, 5th January 2026
ભુજમાં ક્રિકેટ મેચની સટ્ટા બેટિંગ ઝડપતી એલસીબી: આઇડીમાં ૧.૩૦ કરોડની બેલેન્સ સાથે ત્રણ યુવાનોની ધરપકડ :પાલનપુર, ભચાઉ, ભુજના વધુ ૪ આરોપીઓની સંડોવણી ખુલી
૭ આરોપીઓ સામે માધાપર પોલીસમાં ગુનો દાખલ : અન્ય આરોપીઓની સંડોગણી અંગે પોલીસ ટીમ દ્વારા જુદી જુદી દિશાઓમાં તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫ : ઓસ્ટ્રેલિયામાં રમાતી 20/20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ત્રણ યુવાનોને પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. શહેરના નળ સર્કલ પાસેથી ચિંતન હસમુખ ઠક્કર અને તેનો ભાઈ હિરેન હસમુખ ઠક્કર (સનરાઈઝ સોસાયટી, માધાપર) તેમ જ પ્રિન્સ વિપુલ ઠક્કર (પ્રમુખસ્વામીનગર,ભુજ) ઝડપાયા હતા. પોલીસે અલગ અલગ મોબાઈલમાંથી ૧.૩૦ કરોડ રૂપિયાની આઈડી બેલેન્સ સાથે ૧૨ મોબાઈલ, ૧ ટેબ્લેટ સાથે રૂ. ૬૨૦૦ રોકડા જપ્ત કરી ધરપકડ કરી હતી. આરોપી ચિંતનની આઈડી માંથી પાલનપુરના અજય ઠક્કર, ભુજના ભાનુશાળી નગરમાં રહેતા કિશન રામજી ઠક્કર, ભચાઉના બિપીન લુહાર અને વિકી ઠક્કરના નામ ખુલ્યા છે. કુલ ૭ આરોપીઓ સામે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. આ કાર્યવાહીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી, પીએસઆઈ જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અન્ય પોલીસ કર્મીઓ જોડાયા હતા.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
