News of Monday, 5th January 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી બરકરારઃ ગિરનાર ઉપર પ.૩ ડીગ્રી
રાત્રે અને વહેલી સવારે કડકડતી ઠંડી સાથે શિયાળાનો જામતો માહોલઃ જો કે બપોરે ગરમી યથાવત

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી યથાવત છે. આજે ગિરનાર પર્વત ઉપર પ.૩, રાજકોટમાં ૧૦.૯, જામનગરમાં ૧૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. આજે સવારે ફરી ઠંડીમાં વધારો થતા જુનાગઢના ગિરનાર પર્વત પર તાપમાન ઘટીને ૫.૩ ડિગ્રી થઈ ગયું હતું. ઠંડી વધવાની સાથે બરફીલો પવન પણ ફૂકાતા ગિરનારની યાત્રાએ આવેલા ભાવિકો સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ગઈકાલે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૭.૨ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો વધુ નીચે ઉતરીને ૫.૩ ડીગ્રીએ સ્થિર થતા સમગ્ર ગિરનાર પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
ગિરનાર પર ઠંડી વધવાની સાથે જુનાગઢ શહેરમાં સવારનું લઘુતમ તાપમાન ઘટીને ૧૦.૩ ડિગ્રી મોંઘાયું હતું જેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૫ ટકા રહેતા કાતિલ ઠંડીની અસર બેવડાઈ હતી જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
સવારે ૪.૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
ભાવનગર
(મેઘના વીપુલ હીરાણી દ્વારા) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં પ્રમાણ યથાવત રહ્યું છે. આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૭.૪ ડીગરી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૮ ટકા રહ્યુ઼ હતું. જયારે કવરની ઝડપ ૮ કિ. મી. પ્રતિ કલાકની રહી હતી.
(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહત્ત તાપમાન ર૬, ભેજનુ઼ પ્રમાણ ૭૬ ટકા, પવનની ગીત પ.૮ કિ. મી. રહી છે.
સુરેન્દ્રગનર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૧૨ ડિગ્રી નજીક પહોંચી ગયું છે અને સુરેન્દ્રનગર જિલ્લો ઠંડો ગાર બની જવા પામ્યો છે હજુ પણ અગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડી વધવાની શકયતાઓ હવામાન વિભાગ અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે . સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં ગરમ કપડાનો સહારો અને તાપણાનો સહારો લેતા સુરેન્દ્રનગર જિલ્લાના વાસીઓ નજરે પડી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધતાં હાલના તબક્કામાં બાળકો વળદ્ધો અને સગર્ભા મહિલાઓને સાવચેત થી રાખવા અપીલ કરવામાં આવી છે વહેલી સવારે અને મોડી સાંજે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા પણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
હજુ પણ આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગરમ કપડાઓનો સહારો લઈ અને ઠંડીથી બચવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જો ઠંડી અને ઠાર લાગી જાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય સારવાર લઈ લેવા પણ તંત્ર એ લોકોને જાણ કરી છે ઠંડીના કારણે શરદી ઉધરસ હૃદય રોગ બીપી અને સાંધાના દુખાવાના કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. (પ-૧૬)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાાન
ગિરનાર પર્વત પ.૩ ડીગ્રી
અમદાવાદ ૧૨.૫ ડીગ્રી
બરોડા ૧૩.૨ ડીગ્રી
ભાવનગર ૧૭.૪ ડીગ્રી
ભુજ ૧૧.૦ ડીગ્રી
દમણ ૧૭.૪ ડીગ્રી
ડીસા ૧૧.૪ ડીગ્રી
દીવ ૧૪.૦ ડીગ્રી
ગાંધીનગર ૧૦.૮ ડીગ્રી
જામનગર ૧૩.૦ ડીગ્રી
પોરબંદર ૧૪.૫ ડીગ્રી
રાજકોટ ૧૦.૯ ડીગ્રી
સુરત ૧૭.૪ ડીગ્રી
વેરાવળ ૧૫.૯ ડીગ્રી
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
