News of Monday, 5th January 2026
પ્રાંસલામા રાષ્ટ્રકથા શિબીરનું સમાપનઃ ૧૩૧૦ ભારતીય સૈનિકોનું અભિવાદન
વૈશ્વિક શાંતિ જાળવી પરસ્પર વ્યાપાર વધારવાની ભારતની સફળ કૂ ટનિતીઃ રાજદૂત સુજાન ચિનોયઃ છતીસગઢમાં ૧૦ લાખ સુધીના ઈનામ ધરાવતા ૩૨ માઓવાદીઓ શરણે થઈને સંપુર્ણ રાષ્ટ્રકથામાં સામેલ થવા બદલ સ્વામી ધર્મબંધુજી દ્વારા અભિવાદન

રાજકોટ, તા.૫: પ્રાંસલા મુકામે તા. ૨૭ જુલાઇથી શરૂ થયેલ રાષ્ટ્રકથા શિબીરનું સમાપન થયું હતું. અંતિમ દિવસે એમ.પી. ઇન્સ્ટીયુટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલીસના ડાયરેકટર જનરલ તેમજ પુર્વ રાજદૂત સુજાન ચિનોય, જે.એન. પ્લેનેટોરિયમના ડૉ.બી.આર. ગુરૂપ્રસાદ, ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના ડીજી ડૉ.ઉપેન્દ્રસિંહ, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના પ્રેરક પ્રવચનો યોજાયા હતા. ૧૩૧૦ ભારતીય સૈનિકોનું સન્માન કરાયું હતું.
રાજકોટના વતની અને રાજદૂત તરીકે વિવિધ દેશોમાં સેવા આપી હાલમાં મનોહર પારિકર ઇન્સ્ટીયુટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ એનાલીસના ડાયરેકટર જનરલ પદે સેવા આપી રહેલ સુજોય ચિનોય એ શિબિરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, વૈશ્વિક સ્તરે સામાજિક - આર્થિક પરિસ્થિતીના બદલાવના લીધે અગાઉની માત્ર અમેરિકા અને રશિયા એમ બે ધ્રુવીયના સ્થાને બહુધ્રુવીય વ્યવસ્થા નિર્માણ થવા પામી છે. આવા સંજોગોમાં પરસ્પર હિત ટકરાતા હોય એવા બંને દેશો જેમકે, અમેરિકા-રશિયા, ઇરાન-સાઉદી અરેબીયા, ઇઝરાયેલ-પેલેસ્ટાઇન એમ બંને દેશો સાથે કુટનિતીક સંબધો જાળવવામાં ભારત સફળ રહ્યું છે.
બેંગ્લોરથી પધારેલ જે.એન. પ્લેનેટોરિયમના વૈજ્ઞાનિક ડૉ.બી.આર. ગુરુપ્રસાદે ભારતે ઇસરોની સ્થાપના પછી અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધીઓની અલભ્ય ડોકયુમેન્ટ્રી વિશાળ સ્ક્રીન ઉપર દર્શાવી હતી. જેમાં ચંદ્રની ધરતી ઉપર મીનરલ્સ-પાણીની શોધ માટે ચંદ્રયાન-૧,૨,૩; સુર્ય ગ્રહના સંશોધન માટે આદિત્ય એલ-૧, મંગળ ગ્રહ ઉપર પાણીના સ્રોત અને માનવ વસાહતના સંશોધન માટે ગ્રહથી માંડીને ઇસરો અને નાસાના સંયુકત સાહસ એવા નિસાર ઉપગ્રહને અંતરિક્ષમાં મુકવો, કેવી રીતે એક સાથે ૧૦૪ ઉપગ્રહો તેમજ બાહુબલી ૬૫૦૦ કિગ્રાનો કદાવર સેટેલાઇટનું પ્રક્ષેપણ કર્યુ વિગેરેથી શિબીરાર્થીઓને અભિભૂત કર્યા હતા. વિકસિત ભારત માટે યોગદાન આપવા શિબિરાર્થીઓને અનુરોધ કર્યો હતો.
ડીઆરડીઓના ડૉ.ઉપેન્દ્રસિંહ દ્વારા પ્રેરક સંબોધનમાં ભારતને અતિ આધુનિક શષાોથી સુરક્ષિત કરવા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇજેશન દ્વારા ૪૧ લેબોરેટરી અને ૫ ડીઆરડીઓ યંગ સંસ્થાઓ દ્વારા થતી કામગીરીની માહિતી આપીને શષાો ઉત્પાદન ક્ષેત્રે ભારતે આત્મનિર્ભર જ નહીં નિકાસકર્તા દેશ તરીકે મેળવેલી સિધ્ધીઓ વિશે જણાવ્યું હતું.
ધોરાજીના ધારાસભ્ય ડૉ.મહેન્દ્ર પાડલીયાએ સંબોધનમાં સ્વામી ધર્મબંધુજીને આજના સમયના સ્વામી વિવેકાનંદ લેખાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતને સાકાર કરવા માટે ભાવિ પેઢીના ઘડતર માટે આયોજીત આ રાષ્ટ્રકથા શિબિરના અભિગમની સરાહના કરી હતી.
અંતિમ દિવસે છતીસગઢમાં ૧૦ લાખ સુધીના ઈનામ ધરાવતા ૩૨ માઓવાદીઓ શરણે થઇને સંપુર્ણ રાષ્ટ્રકથામાં સામેલ થવા બદલ સ્વામી ધર્મબંધુજી દ્વારા શાલથી અભિવાદન કરવામાં આવ્યું હતું.
હવે સશષા માઓવાદી પ્રવળતિથી અલિપ્ત થઇને મુખ્ય ધારામાં સામેલ થયેલ બસ્તર જિલ્લાના અરૂણ કોમરા, મંગતુરામ વર્દા, સુખલાલ કુંજામ, નિલેશ વરવાએ જણાવ્યું હતું કે તેમની સાથે જાતિવાદભર્યા વ્યવહારથી વિકાસથી વંચિત રાખવામાં આવે છે. અપુરતી શિક્ષણ વ્યવસ્થા છે. તેઓ પ્રકળતિપુજક હોય તેમના માટે આજીવિકાના સ્રોત સમા જંગલમાં થતી બેરોકટોક ખનન પ્રવળતિ સામે અવાજ ઉઠાવતા તેમને બેરહેમીથી મારવામાં આવ્યા તેમજ વિવિધ ગામના મળીને ૧૦૦૦ જેટલા રહેણાંકોને સળગાવી દેવાયા. બીજી તરફ તંત્ર દ્વારા પણ તેમને સુરક્ષા આપવામાં ઉદાસીનતા સેવાતા તેઓ માઓવાદી સંગઠન ભાકપા(માઓવાદ) સાથે છેલ્લા બારેક વર્ષોથી જોડાઇને સ્વસુરક્ષા અને જળ, જમીન, જંગલને સુરક્ષિત રાખવા માટે એકે-૪૭થી માંડીને અતિઆધુનિક શષાોનો ઉપયોગ કરતા હતા. તેમના સંગઠનના અલગ-અલગ વ્યક્તિઓ ઉપર પાંચ થી દસ લાખના ઇનામ રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ.
આ સાથે વિવિધ રાજયોમાં ૧૭૩૦૩ શિબિરાર્થીઓ સાથે આવેલ શિક્ષકો, અત્રે વિનામૂલ્યે રાત દિવસ સેવા આપનાર મળીને ૧૨૦૦થી અધિક સહયોગીઓનું પણ વિવિધ દિવસે વિવિધ મહાનુભાવોના હસ્તે શાલ તેમજ સ્વામી ધર્મબંધુજી દ્વારા આલેખિત હિન્દીમાં પુસ્તક ધર્મ કા યથાર્થ સ્વરૂપથી ઋણ સ્વીકાર કરવામાં આવેલ.
અંતિમ પ્રવચન સત્રમાં સ્વામી ધર્મબંધુજીએ તેમના ઉપર વિશ્વાસ મુકીને શિબિર માટે પોતાના સંતાનોને મોકલવા માટે સહુના વાલીઓ, શિબિરાર્થીઓ માટે વાહનની સુવિધા આપનાર સહયોગીઓનો આભાર વ્યકત કર્યો હતો. શિબિરાર્થીઓને તેમણે પોતાની ડાયરીમાં નોંધ કરેલ વિવિધ મહાનુભાવોના વકતવ્યો વિશે શાળા/કોલેજ અને મિત્રો સાથે વાત કરવા અને આપના આચરણમાં લાવવા અનુરોધ કર્યો હતો.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
