News of Monday, 5th January 2026
ગુજરાતમાં આગામી પાંચ દિ' ઠંડી ઘટશે અન્ય રાજયો માટે ભલે કોલ્ડવેવની આગાહી
સ્કાયમેટ કહે છે કે, આગામી બે દિવસ બે થી ત્રણ ડીગ્રી તાપમાન વધશેઃ ગુજરાત પર ઉત્તરના બદલે પૂર્વના પવનો વહી રહ્યા છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. પ :.. સ્કાયમેટના મહેશ પલાવત ગુજરાત માટે જણાવે છે કે, આગામી બે દિવસ દરમ્યાન તાપમાન ર થી ૩ ડીગ્રી વધી શકે છે. કારણ કે ગુજરાત પર પવનો ઉત્તરના બદલે પૂર્વ તરફના વહી રહ્યા છે. જેથી ઠંડી ઘટશે. જયારે આઇએમડીના વર્તારા અનુસાર ઉત્તર ભારત અને તેનાથી જોડાયેલા મધ્ય ભારતના રાજયો-શહેરો-વિસ્તારોમાં આગામી સાત દિવસ ગાઢથી અતિગાઢ ધુમ્મસ છવાયેલ રહેવાની સંભાવના સાથે અન્ય કેટલાક રાજયો માટે કોલ્ડવેવની આગાહી પણ આગામી દિવસો માટે કરાઇ છે. જયારે ગુજરાત માટે આઇએમડી સ્પષ્ટ જાહેર કરે છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમ્યાન લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થશે. એટલે કે ઠંડીની તિવ્રતા ઘટશે અને પાંચ દિ' બાદ ગુજરાતમાં કોઇ ખાસ બદલાવની સંભાવના ન હોવાનું પણ આઇએમડી જાહેર કરે છે.
નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૭ કે ૮ તારીખે દસ્તક દેનાર છે. મહેશ પલાવત અનુસાર આ આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત નહીં પણ નબળુ છે. બંગાળની ખાડી વાળી સીસ્ટમ ગુજરાતને અસરકર્તા નથી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
