<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

વિંછીયામાં ભૂગર્ભ ગટર, સીસીરોડ પેવર બ્‍લોકના ૫.૧૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા)જસદણઃ તા. ૫, જસદણ વિંછીયા વિસ્‍તારમાં વિકાસ માટેનો  સોમયગ્ન શરૂ થયો હોય તેમ એક પછી એક વિકાસ કર્યો અને લોકાર્પણ અને ખાતમુર્હૂત થઈ રહ્યા છે. મંત્રી  કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે વિંછીયામાં ભૂગર્ભ ગટર, સીસીરોડપેવર બ્‍લોકના રૂ. ૫.૧૦ કરોડના વધુ એક વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્‍તે વિંછીયામાં ભૂગર્ભ ગટર, સી.સી. રોડ તથા પેવર બ્‍લોકના રૂ. ૫.૧૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે વિંછીયા ગામ ખાતે જનસભાને સંબોધતા મંત્રી  કુંવરજીભાઈ એમ બાવળીયાએ કહ્યું હતું કે, છેવાડાના લોકો સુધી વિકાસના લાભો તથા સરકારી યોજનાના ફાયદા પહોંચે તે માટે   સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. તેમણે જસદણ - વિંછીયા પંથકમાં રોડ-રસ્‍તા, આરોગ્‍ય, શિક્ષણ, સિંચાઈ અને પાણીને લગતા થયેલા કામોની વિગતો પણ આપી હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, વિંછીયા ભૂગર્ભ ગટર ભાગ-૨ યોજના હેઠળ ગામમાં રૂ. ૨.૦૬ કરોડના ખર્ચે સુએજને લગતા વિવિધ કામો કરવામાં આવ્‍યા છે. આ ઉપરાંત વિવિધ વિસ્‍તારોમાં રૂ. ૧.૮૨ કરોડના ખર્ચે સી.સી. રોડ તેમજ પેવર બ્‍લોકની કામગીરી પણ કરવામાં આવી છે. વિંછીયા  તાલુકા ભાજપ અગ્રણી  અશ્વિનભાઈ સાંકળીયા સહિતના ભાજપના  કાર્યકરો  તેમજ ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:14 PM IST)