News of Monday, 5th January 2026
સિંહણને બેભાન કરવા જતા ટ્રાન્કવિલાઈઝેશન ગનમાંથી છૂટેલુ ઇન્જેક્શન ટ્રેકર વનકર્મીને લાગી ગયું :સારવાર દરમિયાન મોત
ટ્રેકર અશરફભાઈને બેભાન કરવાની ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન લાગતા સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા .

જૂનાગઢ : સિંહણને બેભાન કરવા જતા ટ્રાન્કવિલાઈઝેશન ગનમાંથી છૂટેલુ ઇન્જેક્શન ટ્રેકર એવા વનકર્મીને લાગી ગયું હતું, વન વિભાગના ટ્રેકર અશરફભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત થયું છે. ગઈકાલે વિસાવદરના નાની મોણપરીમા ચાર વર્ષના શિવમ નામના બાળકને સિંહણે ફાડી ખાધો હતો. માનવ ભક્ષી બનેલી સિંહણને પકડવા વન તંત્રનો સ્ટાફ ધંધે લાગ્યો હતો
.સિંહણને બેભાન કરવા માટે ગનમાંથી ઇન્જેક્શન મારતા સિંહણને બદલે ટ્રેકર એવા વનકર્મીને લાગી ગયું હતું . ટ્રેકર અશરફભાઈને બેભાન કરવાની ગનમાંથી છૂટેલું ઇન્જેક્શન લાગતા સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા, ગત રાતથી અશરફભાઈને રાખવામાં આવ્યા હતા વેન્ટિલેટર ઉપર. આજે સવારમાં સારવાર દરમિયાન અશરફભાઈનું મોત થતા વન વિભાગમાં ગમગીની ફેલાઈ છે. ગીરના ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
