<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

જામનગર લેઉવા પટેલ સમાજનું જ્ઞાતિ સમૂહ ભોજન યોજાયું

 

૬૫ લોકોએ ભોજન  લીધુઃ કૃષિમંત્રી સહિતનાની હાજરીઃ જામનગર, લેઉવા પટેલ સમાજનું જ્ઞાતિ ભોજન સન્‍માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. રણજિત નગર વિસ્‍તારમાં આવેલા લેઉવા પટેલ સમાજ ખાતે આયોજિત સામાજિક કાર્યક્રમમાં કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા વિભાગના રાજ્‍યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્‍ય દિવ્‍યેશભાઈ અકબરી સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જામનગરમાં અન્ન ભેગા તેના મન ભેગાના સૂત્રને સાર્થક કરવા હજારોની સંખ્‍યામાં લેઉવા પાટીદારો ઉમટયા હતા. રવિવારની સાંજે સમાજ વાડી ખાતે કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજના વિવિધ પ્રકલ્‍પોમાં યોગદાન આપનાર દાતાઓ અને નવ નિયુક્‍ત મંત્રીઓનું ખાસ સન્‍માન પણ આ તકે કરાયું હતું. લેઉવા પટેલ સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન અને સન્‍માન સમારોહ અંતર્ગત હાલારી રાસનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પરિવાર ભાવના સાથે ગીત સંગીતના તાલે વિવિધ રાસ ગરબાઓ, ભક્‍તિ ધોળ પદની રમઝટ વચ્‍ચે મહિલાઓ અને પુરુષોએ શિસ્‍તબધ્‍ધ રાસ ગરબા માં ભાગ લીધો હતો. જામનગરના જ્ઞાતિ સમુહભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અંદાજે સવા અગિયાર વિઘા જમીન પર ૫૦,૦૦૦ હજારથી વધુ જ્ઞાતિજનો માટે સમુહ ભોજન માટે અને વિશાળ મંડપની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. રસોડા વિભાગમાં અંદાજે ૧૧૦થી વધુ રસોયાની જુદી જુદી ટીમોએ સ્‍વયંસેવકો ભોજન પિરસી સેવા આપી હતી. તો ર્પાકિંગથી માંડી વિવિધ સમિતિઓમાં કાર્યકરો મોટી સંખ્‍યામાં જોડાઈ વ્‍યવસ્‍થાઓ સંભાળી હતી. જામનગરમાં વસવાટ કરતાં અંદાજિત ૬૦ થી ૬૫ હજારથી વધુ લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોએ સમૂહ ભોજન લીધું તે પ્રસંગના સાક્ષી બની કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ જામનગર પટેલ સમાજની જ્ઞાતિ ભોજનની પરંપરાને આવકારી સરાહી હતી. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:39 PM IST)