તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધા સંપન્નઃ ૩૭.૪૭ મીનીટના સમય સાથે સીનીયર બહેનોમાં જાડા રીંકલ પ્રથમઃ ૬૨.૫૧ મીનીટના સમય સાથે સીનીયર ભાઈઓમાં સોલંકી અલ્પેશ પ્રથમઃ ૩૮.૫૦ મીનીટના સમય સાથે
જુનીયર બહેનોમાં સોલંકી કાજલ પ્રથમઃ ૬૨.૫ મિનિટના સમય સાથે જુનીયર ભાઈઓમાં દિવાકર રાજભર પ્રથમ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૫: પવિત્ર ગિરનારની ભૂમિ માં સવારે ખુશનુમા વાતાવરણમાં ૬-૪૫ કલાકે ૪૦ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ - અવરોહણ સ્પર્ધાનો આરંભ સામાજિક ન્યાય અધિકારીતા, પ્રાથમિક,
માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ,ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો. પ્રધુમન વાજા એ ફલેગ ઓફ થી પ્રારંભ કરાવ્યો હતો.
૪૦ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજયના સૌથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા રાજયભરના સ્પર્ધકોએ દોટ મુકી હતી.
આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૭.૪૭ મીનીટના સમય સાથે ની જાડા રીંકલે મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં સોલંકી અલ્પેશ એ ૬૨.૫૧ મીનીટના સમય સાથે ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં સોલંકી કાજલ રમેશભાઈ એ ૩૮.૫૦ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. જયારે જુનીયર ભાઈઓમાં દીવાકર રાજભરે એ ૬૨.૫ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો.
આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જાંબુચા કાજલ, તળતીય ક્રમે ભાલિયા અંજના રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે વાજા કૌશિક, તળતીય ક્રમે નિશાદ લલિતકુમાર રહ્યા છે.
જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે બારૈયા જાગળતિ ભરતભાઈ , તળતીય ક્રમે કામરીયા જયશ્રી ભીમભાઈ રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે સોલંકી વિશાલ અને તળતીય ક્રમે ભાલીયા સંજય રહ્યા હતા.
મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ પદાધિકારીઓ - અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન સુશ્રી પલ્લવીબેન ઠાકરે જણાવ્યુ હતુ કે, અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે.તેમણે ૪૦ મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલીયાએ ઉદબોધન માં જણાવ્યું હતું કે, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને સર કરવા માટે સ્પર્ધકો છેલ્લા બે મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા હતા. ત્યારે અત્યંત કઠિન ગણાતી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રમત ગમત યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સ્પર્ધકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ રીતે આયોજિત કરવામાં આવે છે. તેમણે સ્પર્ધાના સફળ આયોજન બદલ યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા અને તેની ટીમને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતસિંહ વાઘેલા, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નિલેશભાઈ સોનારા, જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખશ્રી હમીરભાઇ વાળા, પૂર્વ મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કોર્પોરેટર પુંજાભાઈ સિસોદિયા, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ,નાયબ કમિશનર ડી.જે. જાડેજા, વ્યાયામ મંડળના જીગ્નેશભાઈ ચાવડા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં એનઆઈસી ટીમ ભુવનેશ્વર બુડગયા ડીઆઈઓ, હિતેશ ટાંક તથા શાયર રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવેલ સોફ્ટવેર તેમજ RFID ટેકનોલોજીનો ઉપયોગ કરીને સચોટ રિઝલ્ટ તૈયાર કરવામાં આવેલ હતું.
સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતું. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
