તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th January 2026
બાબરામાં ઉડાન લેડીઝ ક્લબ દ્વારા આયોજિત ૨૦૨૬નો ફેશન શો યોજાયો

(દિપક કનૈયા) બાબરા : ઉડાન લેડીઝ ક્લબ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લબની તમામ બહેનોએ હોંશે-હોંશે ભાગ લીધો અને પોતાની પ્રતિભા તથા આત્મવિશ્વાસથી મંચને ઝગમગાવ્યો. દરેક પર્ફોર્મન્સને દર્શકો તરફથી તાળીઓના ગડગડાટ સાથે પ્રોત્સાહન મળ્યું. આ ફેશન શોમાં ગયા વર્ષના ઉડાન લેડીઝ ક્લબના સભ્યોને પણ ભાગ લેવાની તક આપવામાં આવી હતી. કુલ ૨૭ બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધાનું નિષ્પક્ષ અને સમજદારીપૂર્વક મૂલ્યાંકન જજ બહેન વસંતબેન જાવીયા તથા અર્ચનાબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા તરીકે પૂજાબેન મકવાણા, ધારા કારિયા, સ્વેતાબેન પોપટ, અંજલિબેન રૂપારેલિયા તથા પૂજાબેન પોપટને જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે નીતાબેન સૂચકે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને સફળ આયોજન માટે દીપક સૂચકની યાદગાર ભૂમિકા માટે પણ આભાર માનવામાં આવ્યો હતો.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
