News of Monday, 5th January 2026
જેતપુર પોલીસે ગોંડલ, શાપર સહિત પ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યોઃ બે શખ્સોની ધરપકડ

(કેતન ઓઝા દ્વાર) જેતપુર તા. પ :.. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગોંડલ, શાપર અને જેતપુરની પ બાઇક ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી હતી.
ગઇ તા. ૧૭-૧ર ના ફરીયાદીએ પોતાની કાળા કલરનું લાલ પટ્ટાવાળુ સ્પ્લેન્ડર મો. સો. જેના રજી. નં. જીજે-૩-એલએચ ૩૦૪પ કિ. રૂા. ૪૦,૦૦૦ જેતપુર દેરડીધાર ગંજપીરની દરગાહ પાસે આવેલ પોતાના મકાનની બહારના ભાગે પાર્કિંગ કરી રાખેલ હતું. તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયાની ફરીયાદ કરતા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર. એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇ. ડો. એમ. એમ. ઠાકોરે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સ મારફતે આરોપી (૧) સાગર વિક્રમભાઇ ઉર્ફે ભીખાભાઇ રાઠોડ (ઉ.૩૦), તથા (ર) અમીત રમણીકભાઇ સોલંકી ઉ.ર૧ ધંધો મજૂરી રહે. બન્ને ત્રાકુડીપરા, ઘેલાભાઇના દવાખાના પાસે જેતપુરને ઝડપી લીધા હતાં. પકડેલા બન્ને શખ્સોએ ગોંડલના ચરખડી - શાપર તથા જેતપુર સહિત પ બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ચોરાઉ પ બાઇક કિ. ૧.૧૦ લાખ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇ. ડો. એમ. એમ. ઠાકોર, પો. સબ. ઇ. એલ. ડી. મેતા, એ. એસ.આઇ. સંજયભાઇ પરમાર, પો. હેઙ કો. અજયભાઇ રાઠોડ, રીઝવાનભાઇ સિંજાત, વાસુદેવસિંહ જાડેજા તથા પો. કો. ચેતનભાઇ ઠાકોર સહિતના સ્ટાફે કરી હતી.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
