<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ગોૈ માંસની હેરાફેરી કરતા બે ઇસમોને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.પઃ જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા નાઓએ કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણી તેમજ ગેરકાયદેસર ગૌમાંસની હેરાફેરી કરતા અસામાજિક તત્‍વો ઉપર સખ્‍ત કાર્યવાહી કરવા સુચના કરેલ હોય,

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્‍સ.એસ.વી.રાજપુત તથા પો.સબ ઇન્‍સ એ.સી.સિંધવ તથા પો.સબ ઇન્‍સ. એચ.એલ.જેબલીયા નાઓની રાહબરી હેઠળ પો.હેડ કોન્‍સ.નરેન્‍દ્રભાઈ પટાટ તથા હીતેશભાઇ વાળા તથા પો.કોન્‍સ. કરણસિંહ ચૌહાણ તથા પિયુષભાઈ બારડ નાઓને મળેલ બાતમી હકીકત આધારે પેટ્રોલીંગ દરમ્‍યાન નીચે જણાવેલ વિગત મુજબના ઇસમોને ગૌ માંસ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે તોસીફ  ઉમરભાઈ જીકાણી, ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ રહે.ડારી નવા પ્‍લોટ વિસ્‍તાર તા.વેરાવળ, અબ્‍દુલ ઇસ્‍માઇલભાઇ મુસાણી, ઉ.વ.૩૯ ધંધો.મજુરી રહે.ડારી તા.વેરાવળની (૧) પિઆજીઓ રીક્ષા નંબર જી.જે.૦૭ વી.ડબલ્‍યુ.૩૪૬૨ જેની કી.રૂ.૫૦,૦૦૦/- (૨) માંસ-મટનનો જથ્‍થો ભરેલ બે પ્‍લાસ્‍ટીકના બાચકા આશરે કીલો ૬૫ જેની કી.રૂા.૯,૭૫૦/- (૩) મોબાઇલ નંગ-૦૨ કી.રૂા. ૨૦,૦૦૦/- કુલ મુદામાલ કિ.રૂા.૭૯,૭૫૦/- સાથે ધરપકડ કરી છે.

આ કામગીરી એસ.વી. રાજપુત, પોલીસ ઇન્‍સ. એલ.સી.બી., ગીર સોમનાથ, એ.સી.સિંધવ, પો.સબ ઇન્‍સ. એલ.સી.બી., ગીર સોમનાથ,એચ.એલ.જેબલીયા, પો.સબ ઇન્‍સ. એલ.સી.બી.,ગીર સોમનાથ, નરેન્‍દ્રભાઇ પટાટ, પો.હેડ કોન્‍સ. એલ.સી.બી.,ગીર સોમનાથ,હિતેશભાઇ મુળાભાઇ વાળા, પો.હેડ કોન્‍સ. એલ.સી.બી.,ગીર સોમનાથ, સુનિલભાઈ માંડણભાઇ સોલંકી, પો.હેડ કોન્‍સ. એલ.સી.બી.,ગીર સોમનાથ,કનુભાઈ ચુડાસમા, પો.હેડ કોન્‍સ. એલ.સી.બી.,ગીર સોમનાથ, પ્રવિણભાઇ હમીરભાઇ બાંભણિયા, પો.કોન્‍સ., એલ.સી.બી., ગીર સોમનાથ,કરણસિંહ બાબુભાઇ ચૌહાણ, પો.કોન્‍સ. એલ.સી.બી., ગીર સોમનાથ, મહેશકુમાર અરજણભાઇ સોસા, પો.કોન્‍સ. એલ.સી.બી.,ગીર સોમનાથ,મયુરભાઇ મેરામણભાઇ સોલંકી, પો.કોન્‍સ. એલ.સી.બી.,ગીર સોમનાથ,રોહિતભાઇ જગમાલભાઇ ઝાલા, પો.કોન્‍સ. એલ.સી.બી.,ગીર સોમનાથ, પિયુષભાઇ કાનાભાઇ બારડ, પો.કોન્‍સ. એલ.સી.બી., ગીર સોમનાથે કરી છે.

(1:58 PM IST)