તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 5th January 2026
સાસણ વિસ્તારમાં મકાનમાં ગાંજાનો ત્રણ કિલોનો વાવેલ છોડ મળી આવ્યો

જુનાગઢઃ તા.પ, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ કરશનભાઇ મોઢા તથા પો. હેડ કોન્સ. મેણસીભાઇ અખેડ તથા પો. કોન્સ. વિશાલભાઇ ઓડેદરા હકીકત મળેલ કે ‘બાપુમીયા ઇસ્માલમીલા બુખારી રહે. લકકડવેરા નેશ. હરીપર-ભાલોછેલ રોડ તા. મેંદરડા વાળો મકાનની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. ‘ જે બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. આર.કે. પરમાર તથા ટીમ દ્વારા ઉપરોકત બાતમી હકીકત વાળી જગ્યા જઇ તપાસ કરતા મકાનના પાછળના વાડામાં રસોડાની પાછળના ભાગે દિવાલને અડીને લીલા કલરના કરકરીયા પાનવાળો એક મોટો છોડ જોવામાં આવેલ જે પુછતા ગાંજાના છોડ હોવાનું અને પોતાને ગાંજો પીવાનીટેવ હોય ગાંજાનું બી વાવેલાનું જણાવેલ જેથી ગાંજાનો છોડ નં. ૧ વજન ૩,૩૬૦ કિ.ગ્રા. રૂા. ૧,૬૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હોય જે મુદામાલ કબજે કરી મેંદરડા પો. સ્ટે.માં એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો રજી. કરાવેલ છે.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. આર.કે. પરમાર તથા પો.સબ ઇન્સ. ડી. કે. સરવૈયા તથા એ.એસ.આઇ. કરશનભાઇ મોઢા, જીતેન્દ્રસિંહ ચૌહાણ તથા પો. હેઙ કોન્સ. મેણસીભાઇ અખેડ પતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ તથા પો. કોન્સ. વિશાલ ઓડેદરા તથા ડ્રા.પો.કોન્સ. પરબતભાઇ દિવરાણીયા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતા.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
