<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ભુજના આશાપુરાનગરના રહેણાંક મકાનમાં વન વિભાગનો દરોડો : વન્ય પ્રાણીઓના શિકાર કરાયેલ અવશેષો અને બે એરગન સહિતના હથિયાર સાથે આરોપી ઝડપાયો

રૂમની પલંગ પેટીમાંથી શિકારમાં વપરાતા સાધનો, શસ્ત્રો બાઈક અને વન્યપ્રાણી શાહુડીના અવશેષો અને અન્ય વન્યપ્રાણીઓના દાંત તથા જડબાના અલગ-અલગ ભાગો તથા દેશીદારૂની ભઠી અને જથ્થો મળ્યો

ભુજ : કચ્છ પશ્ચિમ વન વિભાગ હેઠળના કાર્યક્ષેત્રમાં આવતા ભુજ પશ્ચિમ રેન્જને મળેલ બાતમીને આધારે તા.૦૪/૦૧/૨૦૨૬ ના રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન ભુજ શહેરના આશાપુરા નગરના રહેણાંક મકાનમાં આવેલ રૂમની પલંગ/ પેટીમાંથી વન્યપ્રાણીના શિકારમાં વાપરવામાં આવતા સાધનો/શસ્ત્રો, મોટર સાયકલ નં.GJ12EQ5257 તથા વન્યપ્રાણી શાહુડીના અવશેષો અને અન્ય વન્યપ્રાણીઓના દાંત તથા જડબાના અલગ-અલગ ભાગો તથા દેશીદારૂની ભઠી અને જથ્થો મળી આવેલ. 

  આ કામે કચ્છ વન વર્તુળના વડા ડો.સંદિપકુમાર CCF તથા એચ.જે.ઠકકર DCF, કચ્છ પશ્ચિમ વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભુજ પશ્ચિમ રેન્જના અધિકારી/કર્મચારીઓ ઘ્વારા આરોપી સુરેશભાઈ દિલીપભાઈ કસવીયા, (રહે. આશાપુરા નગર, ભુજ ) ની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની વિવિધ કલમો તળે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

કામગીરીમાં જોડાયેલ અધિકારી એ.એચ.સોલંકી, R.F.O. યુ.બી.જાની, Forester એમ.બી.વાઢેર, Forest Guard જે.જે.ભુવા, Forest Guard, આર.એન.રબારી, Forest Guard, આર.બી.બેરા, Forest Guard, ડી.કે.જાટીયા, Forest Guard

 એલ.જી.જોગલ, Forester, મોહિતકુમાર આર.બારૈયા, Forest Guard, (બન્ની ગ્રાસલેન્ડ) એસ.એન.રબારી, Forest Guard,  ડી.એમ.ગોજીયા, Forest Guard, એલ.પી.દૈયા, Forest Guard, આર.બી.મરંડ, Forest Guard, એમ.એન.ઝાલા, Forest Guard જોડાયા હતા 

(10:01 PM IST)