<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

તાલાલાના ચીત્રોડના લોટસ રિસોર્ટમાં દારૂની મહેફિલ પર LCBનો દરોડો : રાજકોટના 5 નબીરાઓ ઝડપાયા

પોલીસ કાફલાએ ઓચિંતા દરોડા પાડતા રિસોર્ટના રૂમમાં દારૂની બોટલો સાથે પાંચ શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા

તાલાલાનાં ચિત્રોડ ગામે આવેલા એક આલીશાન ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી રાજકોટના પાંચ નબીરાઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે 

ચિત્રોડ ગામે આવેલા 'લોટસ લક્ઝરી રિસોર્ટ' માં કેટલાક શખ્સો એકઠા થઈને શરાબની મહેફિલ માણી રહ્યા હોવાની ચોક્કસ બાતમી ગીર સોમનાથ એલસીબીને મળી હતી. પોલીસ કાફલાએ ઓચિંતા દરોડા પાડતા રિસોર્ટના રૂમમાં દારૂની બોટલો સાથે પાંચ શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હતા.

(12:26 AM IST)