News of Tuesday, 6th January 2026
મોરબીમાં એક દિવસ માં વિવિધ રોગ ના ત્રણ કેમ્પ નું આયોજન.
કાંસ્યથેરાપી, બ્લડ સુગર, બીપી ચેકિંગ, જાલંધર પદ્ધતિ દ્વારા દાંતની સારવાર, તથા આંખના રોગોની સારવારનો ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયો.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જાણીતા સેવાભાવી ડોક્ટર હસ્તીબેન દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું,અત્યાર સુધીનો આ કેમ્પ 206 207 અને 208 નંબરનો (તારીખ૪/૧/૨૫) એમ મોરબી શહેરમાં વિવિધ જગ્યાએ સેવાભાવી કેમ્પ તેમના દ્વારા કરવામાં આવેલ છે
કેમ્પ ના સહયોગી દાતા શ્રીમતી લતાબેન ચંદ્રકાન્તભાઈ દફતરી કાંસ્ય થેરાપી તેમજ ફ્રી બ્લડ સુગર અને બીપી ચેક અપ. જગદીશ સિંહ ઝાલા વાકાનેર તરફથી જાલંધર દાંત ચિકિત્સા અને કુમારી ભારતીબેન કાગડા ફ્રી યોગ સેન્ટર દ્વારા પણ કરવામાં આંખ ચિકિત્સા કેમ્પ
આજના કેમ્પમાં કાંસ્ય થેરાપી ના 130 દર્દીઓ, બ્લડ સુગર ના 80 દર્દીઓ, બીપી ચેકઅપ ના 90 દર્દીઓ, 30 દર્દીઓને દાંતની સારવાર અને 80 દર્દીઓને આંખની તપાસ કરી આપવામાં આવેલ હતી.
આ કેમ્પમાં માનદ સેવા આપવા માટે ડોક્ટર હસ્તલેખા મહેતા(હસ્તી બેન) ની સાથે ડો. મીરાબેન, મનસુખભાઈ ,ભરતભાઈ વ્યાસ, ડોક્ટર સુરેશભાઈ કાલરીયા દ્વારા સેવા આપવામાં આવેલ,
કંસારા શેરીની વાડીમાં બપોરે 4 થી 7 સુધી ના સમય દરમ્યાન 370 થી પણ વધુ દર્દીઓએ લાભ લીધેલ.
કંસારા સમાજના કેતનભાઇ કંસારા, કુમારી ભારતીબેન કાગડા અને તેની સમગ્ર ટીમે કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. કેમ્પ સહાયક બિંદુબેન દવે,જસંતીબેન ચાવડા, જયસુખભાઈ પટેલ,જીગ્નેશ ભાઈ કોઠારી, જીગરભાઈ ભટ્ટ કુમારી ફેની, અને કુમારી ઈશા કંસારાએ જહેમત ઉઠાવેલ હતી.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
