News of Tuesday, 6th January 2026
માળિયાના સોનગઢ ગામ નજીક ખાનગી બસ પલટી મારી ગઈ.
ખાનગી બસ પલટી મારી જતા ડ્રાઈવર સહીત ચાર મુસાફરોને ઈજા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયાના સોનગઢ ગામ નજીક સવારના સુમારે એક ખાનગી બસ પલટી મારી જતા ડ્રાઈવર સહીત ચાર મુસાફરોને ઈજા પહોચી હતી.
માળિયાના સોનગઢ પાસે સવારે એક ખાનગી બસ પલ્ટી મારી ગઈ હતી જે બસ કચ્છથી ઉપડી દ્વારકા જઈ રહી હોય દરમિયાન સોનગઢ ગામ નજીક પલટી મારી જતા ડ્રાઈવર સહીત ચાર મુસાફરોને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જો કે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઇ ના હોવાની માહિતી મળી છે.
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
