<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

પૃથ્‍વી પર કયા દેશમાં ભૂકંપના સૌથી વધુ આંચકા નોંધાય છે?

એ દેશમાં ૬ થી વધુ તિવ્રતાના ભૂકંપ છાસવારે નોંધાયા હોય છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૬ :.. PAPUA NEW GUINEA _ પપુઆ ન્‍યુગીની, આ નામનો  દેશ દક્ષિણ પેસિફિક સમુદ્રમાં, ઓસ્‍ટ્રેલિયાથી માત્ર ૧પ૦ કિ. મી. દૂર આવેલો ટાપુ દેશ છે. આ દેશની લો એન્‍ડ ઓર્ડર સ્‍થિતિ બહુ ખરાબ છે. ખૂંખાર, ક્રુર, અનૈતિક ગુનાઓનું પ્રમાણ આ દેશમાં વધુ હોઇ, હાઇએસ્‍ટ ક્રાઇમને પગલે સૌથી વધુ ડેન્‍જરનસ કન્‍ટ્રીઝમાં આ પપુઆ ન્‍યુ ગીની દેશની ગણના થાય છે. જેમ આપણુ આર્થિક ચલણ રૂપિયા છે તેમ અહીંનું ચલણ કિના છે. દેશનું પાટનગર મોરબી પણ મોસ્‍ટ ડેન્‍જરસ કેપિટલ સીટી ઇન ધ વર્લ્‍ડ તરીકે કુખ્‍યાત છે. અહીં ક્રિヘીયન ધર્મ પાળનારાઓ સૌથી વધુ સંખ્‍યામાં છે. આ દેશમાં અંગ્રેજી સહિત ચાર ભાષાઓ મુખ્‍ય છે પણ દેશમાં કુલ ૮પ૦ થી વધુ ભાષાઓ બોલાય છે. પપુઆ ન્‍યુ ગીનીમાં અન્‍ય નાના ટાપુઓ પણ ઘણા છે. જંગલો પણ ઘણા છે. ગ્રામીણ આદિવાસીઓની સંખ્‍યા વિશેષ હોઇ આ દેશ આદિવાસીઓના દેશથી પણ ઓળખાય છે.

અર્થ કવેકસ અર્થાત ભૂકંપોની વાત કરીએ તો અહીં નાના-ઓછી તિવ્રતાના ભૂકંપો તો લગભગ દરરોજ નોંધાતા હોય છે. લોકો એથી ટેવાયેલા છે. અહીં ઘરો વધુ પડતા લાકડાઓના બનેલા હોય છે. અહીં ૬ ની તિવ્રતાનો ભૂકંપો છાસવારે નોંધાતા હોય છે. બે વર્ષ પૂર્વે અહીં ૭.ર તિવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ૮ માસ પહેલા ૬.૯ ની તિવ્રતાનો અને બે માસ પહેલા ૬.૬ ની તિવ્રતાનો ભૂકંપ આવેલો હતો. હજુ ૧પ દિવસ પહેલા જ અહીં ૬.પ મેગ્નેટયુટ- - તિવ્રતાનો ભૂકંપ નોંધાયેલો.

અર્થ કવેક-ભૂકંપોની નોંધ કરતી અમેરિકી વૈશ્વિક સંસ્‍થા યુએસજીએસ અથવા ભૂકંપોની વૈશ્વિક સ્‍તરે નોંધ કરતી અન્‍ય સાઇટસની દરરોજની નોંધ જુનો તો દરરોજ પપુઆ ન્‍યુ ગીનીના નાના-મોટા કોઇ ટાપુ પર હળવા ભૂકંપના આંચકાની નોંધ નીરંતર સૌથી વધુ જોવા મળે છે. દુનિયાના અન્‍ય કોઇ દેશ-વિસ્‍તારોમાં આટલા ભૂકંપના આંચકા નોંધાયેલા જોવા મળતા નથી.

(10:57 AM IST)