<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ચોટીલાના મોટા હરણીયા ગામે દેશીની ભઠ્ઠી ઝડપાઇ

૧.૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્‍ત

વઢવાણઃ તા.૬:  ચોટીલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલા મોટા હરણીયા ગામની સીમમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.  દરમિયાન મોટા હરણીયા ગામની સીમમાંથી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પોલીસ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી ત્‍યારે હરણીયા ગામની સીમમાં કરાળ વાળી સીમમાં ખારીના તળાવના રસ્‍તે આવેલા પોતાની વાડીના શેઢે આવેલા ખરાબાના વોકળાના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઊભી કરવામાં આવી હતી અને દેશી દારૂ બનાવવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે.

આ અંગે દરોડા પાડી અને થોભણભાઈ વીરજીભાઈ બોરણીયા રહેવાસી મોટા હરણીયા ગામને ઝડપી પાડવામાં આવ્‍યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોલીસે દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો આથો ૪૨૦૦ લીટર  ઇલેક્‍ટ્રીક મોટર સહિત ૧.૧૨ લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે અને આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

(11:59 AM IST)