<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

ધાંગધ્રા હાઈવે ઉપર ૬૪૩ બોટલ દારૂ ઝડપી લીધો

 

વઢવાણ, તા.૬: સુરેન્‍દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા ધાંગધ્રા અમદાવાદ નેશનલ હાઇવે ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી પર દરોડા પાડવામાં આવ્‍યા છે અમદાવાદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલી  નરપતરામ ઝાટની અટકાયત કરી અને તેની પાસે રહેલ ટાટા ઇન્‍ટ્રા ની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્‍યો હતો.

 ૬૪૩ જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી અને કુલ ૧૦૨,૫૩૮ રૂપિયાનો મુદ્દામાલ  જપ્‍ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ચોરખાનું બનાવી અને રાજસ્‍થાનથી દારૂ લાવવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે ત્‍યારે હવે વધુ તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચ ની ટીમે શરૂ કરી છે. (

(4:30 PM IST)