<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

૬૨૪ કરોડની સુરેન્‍દ્રનગર જિલ્લામાં સહાય ચૂકવણીનો દાવોઃ બીજી તરફ ૨૦ હજારથી વધુ ખેડૂતો સહાયથી વંચિત

 

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ :.. સુરેન્‍દ્રનગર જિલ્લામાં ઓક્‍ટોબર મહિનામાં આફતરૂપી માવઠું વરસવા પામ્‍યું હતું જેને લઈ  ખેડૂતોને કપાસ મગફળી જેવા તૈયાર પાકોને વ્‍યાપક નુકસાન પહોંચ્‍યું હતું અને રાજ્‍ય સરકાર દ્વારા આ નુકસાનમાંથી ખેડૂત ઉભો થઈ શકે તે માટે ૧૦ હજાર કરોડ રૂપિયાનું પાક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્‍યું હતું જેમાં ૧.૯૨ લાખ ખેડૂતો દ્વારા પાકમાં નુકસાન ગયા હોવા માટે અને માવઠાથી નુકસાન હોવા માટેની પાક સહાય ની રકમ મેળવવા અને લાભ લેવા માટે ફોર્મ ભરાયા હતા કળષિ વિભાગ દ્વારા ફોર્મ ભરનાર ખેડૂતોને સહાયની ચુકવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેવા બે હેક્‍ટરની મર્યાદામાં ૪૪ હજાર જેટલી સહાય ઙ્કતિ એક ખેડૂતને ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧.૭૨ લાખ ખેડૂતોને પાક નુકસાન વળતર અંગેની સહાય ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને હજુ પણ ૨૦ હજાર જેટલા ખેડૂતો સહાયથી વંચિત છે ત્‍યારે ૬૨૪ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હોવા છતાં પણ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા ન થતા અંતે ખેડૂતો ખેતીવાડી કચેરી ખાતે દોડી આવ્‍યા છે અને રજૂઆત કરવામાં આવી છે જેમાં ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે જે ખેડૂતોને ડીબીટી નથી કરાવવામાં આવી અથવા જનધન ખાતા હોય તો તેની લીમીટ ૧૦ હજાર રૂપિયા સુધીની ટ્રાન્‍સફરની હોય છે સામે સહાયની રકમ ૨૨ હજાર થી લઈ ૪૪ હજાર સુધીની ચૂકવવામાં આવી રહી છે જેને લઇને વળતર ની રકમ ટ્રાન્‍સફર નથી થઈ રહી આ ઉપરાંત બેંકમાં ખાતામાં જરૂરી ડોકયુમેન્‍ટ લિંક ના હોવાના કારણે પણ ખેડૂતોનું પેમેન્‍ટ અટકી ગયું છે ખેડૂતો ટૂંક સમયમાં બેંકનો સંપર્ક સાદી અને તેમના ખાતામાં આવતી ક્‍વેરી છે તે દૂર કરે ત્‍યારબાદ તેમને સહાયની રકમ ખાતામાં જમા થઈ જશે તેવી હૈયાધારણા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે હજુ પણ ૨૦ હજાર જેટલા ખેડૂતો પાક નુકસાન વળતર થી વંચિત છે ત્‍યારે બેંકનો સંપર્ક કરી અને જે ખામીઓ છે તે દૂર કરે ત્‍યારબાદ સહાયની રકમ જમા થશે તેવું ખેતીવાડી અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્‍યું છે.

 સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૧.૯૨ લાખ ખેડૂતો દ્વારા પાક નુકસાન વળતર અંગેની સહાય માટેની અરજી કરવામાં આવી હતી તે પૈકી ૧.૭૨ લાખ ખેડૂતોને પાક નુકસાન વર્તનની સહાય ચુકવણી કરી દેવામાં આવી છે હજુ પણ ૨૦,૦૦૦ ખેડૂતોને પાક નુકસાન વળતરની સહાય નથી મળી અત્‍યારે હજુ પણ ૧૫ દિવસ જેટલો સમય સહાય ચુકવણી માટે લાગી શકે છે તમામ ખેડૂતો દ્વારા જે અરજી કરવામાં આવી છે તેના નિકાલ માટે અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી છે ૧૫ દિવસમાં સહાય ની તમામ રકમો ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્‍યા છે પરંતુ જે ખેડૂતોને સહાય જમા નથી થઈ તે ખેતીવાડી અધિકારી અથવા તો બેંક નો સંપર્ક સાધવા પણ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.

(12:00 PM IST)