News of Tuesday, 6th January 2026
સાવરકુંડલામાં કોળી સમાજનો જનઆક્રોશ બગદાણા હુમલાના વિરોધમાં ઉમટી પડી જનમેદર્નીં

સાવરકુંડલા તા.૬: બગદાણા (તા. મહુવા,) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલા જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે. કોળી સમાજ દ્વારા એકત્રિત થઈને નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી)ને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે.
આવેદન પત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલદ આંદોલન છેડવામાં આવશે.
આ કાર્યક્રમમાં સાવરકુંડલા કોળી સમાજના અગ્રણીઓ કેશુભાઈ અરજણભાઈ, મગનભાઈ જીવરાજભાઈ, મગનભાઈ બચુભાઈ, ધીરુભાઈ, દિલીપભાઈ મકવાણા, અશ્વિનભાઈ સુદાસમા સહિત હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
