તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th January 2026
સુરેન્દ્રનગરના પુર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના જમીન કૌભાંડની ‘સીટ'ની ટીમ તપાસ કરશે
એસીબી-રાજય સરકાર દ્વારા ‘સીટ' ની રચના : જુદી જુદી દિશામાં તપાસ કરાશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૬ : સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે તેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં કિંમતી જમીનો ફાળવણી અને જમીન એને કરવા મુદ્દે કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે આ આધારે તપાસ ચાલી રહી છે ત્યારે ઇડી વિભાગ દ્વારા દરોડા પાડી અને કાર્યવાહી કરવામાં આવ્યા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ના ઘરે ૬૭.૫૦ લાખ રૂપિયા રોકડ મળી આવી હતી.
આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલના નિવાસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને ફ્લેટ સહિત પાંચ કરોડથી વધુની મિલકત ધરાવતા હોવાનું સામે આવ્યું હતું તે જ પ્રમાણે ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને તત્કાલીન કલેકટરના પીએ જયરાજસિંહ જાડેજા ના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા તેમના નિવાસ્થાનેથી પણ જરૂરી પુરાવાઓ કબજે કરવામાં આવ્યા હતા.
આ સંદર્ભે આવક કરતા વધુ સંપત્તિ ધરાવવા મુદ્દે તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલ તત્કાલીન કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલા અને મયુરસિંહ ગોહિલ અને ચંદ્રસિંહ મોરી ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એસીબી વિભાગ દ્વારા આ ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં હવે ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે તે માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે.
આ રચનામાં એસીબી વિભાગના નાયબ નિયામક બીજે પંડ્યા ઇન્ચાર્જ મદદનીશ નિયામક રાજકોટ એસીબી વિભાગના કે એચ ગોહિલ મદદનીશ નિયામક અમદાવાદના આરબી દેસાઈ એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એન પટેલ તેમાં સુરેન્દ્રનગર એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર એમ ડી પટેલ અને મોરબી એસીબી વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર પી એ દેકાવડિયા ને એસઆઇટી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આગામી દિવસોમાં જે તપાસ થવાની છે તે આ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે ત્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી અને છ સભ્યોને તેમાં સામેલ કરી અને આ તપાસ વધુ તેજ શરૂ કરવામાં આવી છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
