<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

કડકડતી ઠંડીઃ ગિરનાર ૭, નલીયામાં ૭.પ ડીગ્રી

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શિયાળો બરાબરનો જામ્‍યોઃ લઘુતમ તાપમાન ઘટવા લાગ્‍યું

રાજકોટ, તા., ૬ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શિયાળો બરાબર જામવા લાગ્‍યો છે.આજે ગિરનાર ઉપર ૭ , કચ્‍છના નલીયામાં ૭.પ, રાજકોટમાં ૧૧.૪ , જામનગરમાં ૧૪ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા સર્વત્ર ટાઢોડુ છવાઇ ગયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે પણ ગિરનાર પર્વત પર ૭ ડિગ્રી તાપમાન રહેતા કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

જૂનાગઢ સહિત સોરઠમાં છેલ્લા ત્રણ દિવસથી ઠંડીનો દોર શરૂ થયો છે. ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું આક્રમણ થતાં ઠંડી વધુ આક્રમક બની છે.

ગિરનાર પર્વત ઉપર ગઈકાલે ૫.૩ ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે સામાન્‍ય વધારા સાથે લઘુતમ તાપમાન ૭ ડિગ્રી નોંધાયું હતુ અને વાતાવરણમાં ભેજ વધતા ગિરનાર પર્વત ઉપર હિમાલય જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. ઠંડી કાતિલ રહેતા અને ઠંડો પવન પણ ફૂંકાતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકો ઠુઠવાઈ ગયા હતા.

જુનાગઢ શહેરમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ શોધીને ૯૦ ટકાએ પહોંચી ગયું હતું અને લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી રહ્યું હતું. ૩.૨ કિમીની ઝડપે ઠંડો પવન ફુકાતા ઠંડીની અસર બેવડાઈ હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહતમ તાપમાન ર૬.પ, ભેજનું પ્રમાણ ૭૭ ટકા, પવનની ગતી ૬ કી.મી. રહી છે. (૪.૬)

કયાં કેટલી ઠંડી

 શહેર       લઘુતમ તાપમાાન

ગિરનાર પર્વત    ૭.૦   ડીગ્રી

અમદાવાદ  ૧૩.૪     ડીગ્રી

બરોડા      ૧૩.૬     ડીગ્રી

ભાવનગર   ૧૪.૮     ડીગ્રી

ભુજ         ૧૧.૪     ડીગ્રી

દમણ       ૧૮.૬     ડીગ્રી

ડીસા        ૧૧.૦     ડીગ્રી

દીવ        ૧૬.૦     ડીગ્રી

દ્વારકા       ૧૬.૦     ડીગ્રી

ગાંધીનગર  ૧૧.૨     ડીગ્રી

જામનગર   ૧૪.૦     ડીગ્રી

કંડલા       ૧૪.૪     ડીગ્રી

નલીયા      ૭.પ  ડીગ્રી

ઓખા       ૧૯.૩     ડીગ્રી

પોરબંદર   ૧૪.૦     ડીગ્રી

રાજકોટ     ૧૧.૪     ડીગ્રી

સુરત       ૧પ.૦    ડીગ્રી

વેરાવળ     ૧૭.૬     ડીગ્રી

(12:11 PM IST)