<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્‍માતમાં ત્રણ વ્‍યક્‍તિના અંતરીયાળ મૃત્‍યુઃ એકની હાલત ગંભીર.

લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલા અન્‍ય બોલેરોના ચાલકે ટાયર બદલી રહેલા ચાર વ્‍યક્‍તિને કચડી નાખતાં ગોઝારી દુર્ઘટનાઃ પોલીસ તંત્ર દોડતું થયું

 

 

(સનત પટેલ- સંજય ડાંગર દ્વારા) લાલપુર- ધ્રોલ તા.૬: જામનગર જીલ્લાના લાલપુર પાસે કાલે મોડી રાત્રીના અકસ્‍માતમાં ત્રણ યુવકોના મોત નીપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામ પાસેથી બોલેરો લઇને યુવકો પસાર થઇ રહયા હતા ત્‍યારે બોલેરોમાં પંચર પડતા ત્રણ યુવકો બોલેરોનું ટાયર બદલાવી રહયા હતા ત્‍યારે પુરપાટ ઝડપે આવેલા અન્‍ય બોલેરોએ આ યુવકોને હડફેટે લેતા ઘટનાસ્‍થળે જ ત્રણ યુવકોના મોત નિપજ્‍યા હતા. જયારે અન્‍ય એક યુવકને ઇજાગ્રસ્‍ત હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડેલ છે.

મળત્‍યુ પામનાર યુવાનોમાં દીપ દિનેશભાઈ ગોજીયા, કમલેશ નારણભાઈ ગાગીયા અને ભરત લખમણ ડાંગરનો સમાવેશ થાય છે. આ અકસ્‍માતમાં અન્‍ય એક યુવાન શ્‍યામ અશોકભાઈ ગાગીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્‍કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે. ઘટનાની જાણ થતા જ લાલપુર પોલીસ કાફલો સ્‍થળ પર દોડી ગયો હતો અને મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક જ ગામના ત્રણ યુવાનોના અકાળે અવસાનથી ખાયડી ગામમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે અને પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.

આ બનાવ અંગે બોલેરો નં.જીજે-૧૦-બીએ-૨૨૮૭ના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. એક સાથે ત્રણ યુવકોના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.(૨.૧૪)

(4:12 PM IST)