<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

પોરબંદરમાં રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍વીમીંગ સ્‍પર્ધામાં ગુજરાત અને મહારાષ્‍ટ્રના તરવૈયાઓનો દબદબો

બે દિવસીય સ્‍વમીંગ સ્‍પર્ધામાં ર કીમીથી લઇને ૧પ કીમી સુધીની વિવિધ વય કેટેગરી મુજબ ૧૯ રાજયોના જોડાયા એક કિલોમીટરની રાષ્‍ટ્રીયકક્ષાની તરણ સ્‍પર્ધામાં પુરૂષ વિભાગના વિજેતા મહારાષ્‍ટ્રના રક્ષાનસિંહ નાદરે ર૦ મીનીટ ૪૩ સેકન્‍ડમાં ટાર્ગેટ પુર્ણ કર્યોઃ બીજા ક્રમે ગુજરાતના વીઆન ધવલકુમાર અને ત્રીજા ક્રમે ગુજરાતના માનસ માંકડ વિજેતાઃ ૧૪ વર્ષના બાળકોની તરણ સ્‍પર્ધામાં ગુજરાતના તનય પ્રથમ વિજેતા (૧૬ મીનીટ અને પ૦ સેકન્‍ડ)

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬: ચોપાટી દરિયાકાંઠે યોજાયેલ બે દિવસીય રાષ્‍ટ્રીય કક્ષાની સ્‍વીમીંગ સ્‍પર્ધામાં ગુજરાત અને મહારાષ્‍ટ્રના તરવૈયાઓ વિવિધ વય કેટેગરીમાં અગ્ર સ્‍થાને રહયા હતા.

એક કિલોમીટરની રાષ્‍ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્‍પર્ધાના છથી દસ વર્ષના પુરુષ વિજેતાઓમાં પ્રથમ ક્રર્મ મહારાષ્‍ટ્રના રક્ષાનસિંહ ના દરે ૨૦ મિનિટ ૪૩ સેકન્‍માં ૧૦ ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. બીજા ક્રમે ગુજરાતનાં વિઆન ધવલકુમાર સોલંકી અને ત્રીજા ક્રમ ગુજરાતનો માનસ માંકડ રહ્યો હતો.

૧૦થી ૧૪ વર્ષના સ્‍પર્ધકોમાં ગુજરાતનાં તનય તુષાર લાડ ૧૬ મિનિટ ૫૦ સેકન્‍ડ સાથે પ્રથમ, આરવ આહુજા દ્વિતીય અને મહારાષ્‍ટ્રનો આબિર માંડવકર તળતીય વિજેતા બન્‍યો હતો. ૧૪થી ૩૦ વર્ષના સ્‍પર્ધકોમાં ગુજરાતનો ધ્રુવ ટાંક પ્રથમ, ગુજરાતનો માધવ નિલેશભાઈ દાઉદીયા દ્વિતીય અને મહારાષ્‍ટ્રનો સોહમ ખામશંકર તળતીય વિજેતા બન્‍યો હતો. ૩૦થી ૮૫ વર્ષના સ્‍પર્ધકોમાં તુલસી ચેતન્‍ય ૨૦ મિનિટ ૩૭ સેકન્‍ડ સાથે પ્રથમ, કેવલ કુમાર ચોધરી દ્વિતીય અને પીલ નાગારેટી તળતીય વિજેતા બન્‍યા હતા/ ૪૫થી ૬૦ વર્ષમાં સંદીપ મારુતિ ૨૦ મિનિટ ૩૨ સેકન્‍ડ સાથે પ્રથમ, સંજય આત્‍મારામ જાદવ કિસીક્ષ અને અજીત પવાર તળતીય વિજેતા મળન્‍યા હતા. ૬૦ વર્ષ કે તેથી વધુની ઉંમરમાં મહારાષ્‍ટ્રના નારાયણ બિરુ હજારે ૨૦ મિનિટ ૫૩ સેકન્‍ડ સાથે પ્રથમ, સંભાજી ધોંધીરાવ ગાવડે ૨૨ મિનિટ ૨૪ સેકન્‍ડ સાથે દ્વિતીય અને સિરીશ અનંત પટકી ૨૩ મિનિટ ૨૩ સેકન્‍ડ સાથે તળતીય વિજેતા બન્‍યા હતા.

એક કિલોમીટરની રાષ્‍ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્‍પર્ધાના શ્રી વિજેતાઓમાં ૬થી ૧૪ વર્ષમાં પ્રથમ ક્રમે ગુજરાતની માતંગી માંકડ ૨૨ મિનિટ ૫૬ સેકન્‍ડ સાથે ટાર્ગેટ પૂર્ણ કર્યા હતો. ગુજરાતની નાયરા પટેલ ૨૪ મિનિટ ૫૮ સેકન્‍ડ સાથે દ્વિતીય અને મહારાષ્‍ટ્રની શાન્‍વી ઘાટકર ૨૫ મિનિટ ૩ સેકન્‍ડ સાથે તળતીય વિજતા બની હતી.

૧૦ થી ૧૪ વર્ષમાં. મહારાષ્‍ટ્રની ગીતીશા પ્રવીણ ભંડારે ૧૮ મિનિટ ૩૧ સેકન્‍ડ સાથે પ્રથમ, પ્રિશા વર્મા દ્વિતીય અને ચંદ્દી તળતીય વિજેતા બની હતી. ૧૪થી ૩૦ વર્ષમાં મહારાષ્‍ટ્રની સ્‍વરાલી વિજય વાનખેડે ૧૭ મિનિટ ૫૬ સેકન્‍ડ સાથે પ્રથમ, ગુજરાતની હિમધિ ગીરીશભાઈચૌહાણ દ્વિતીય અને ગુજરાતની પ્રિશા રિતેશભાઈ તૃતીય વિજેતા બન્‍યા હતા. ૩૦થી ૪૫ વર્ષમાં પૂજા ચોરાશી ૨૦ મિનિટ ૪૭ સેકન્‍ડ સાથે પ્રથમ, ટી. ડિમ્‍પલ ક્રિષ્‍ના દ્વિતીય અને ઈશ્વરી પ્રવીણ વાટકર તળતીય વિજેતા બન્‍યા હતા. ૪૫થી ૬૦ વર્ષમાં ગુજરાતના જયશ્રી ઉમેશ શાહ ૩૩ મિનિટ ૪૩ સેકન્‍ડ સાથે પ્રથમ, માધુરી દીપક પટવર્ધન દ્વિતીય અને રેખા અમાયાપને તળતીય વિજેતા બન્‍યા હતા. ૬૦ વર્ષ કે તેથી ઉવધુ વયના મહિલા સ્‍પર્ધકોમાં ગુજરાતના પૂર્ણિમા બ્રહ્મ ક્ષત્રિય ૩૬ મિનિટ ૯ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે, હીરાબેન પ્રજાપતિ ૩૭ મિનિટ ૫૯ સેકન્‍ડ સાથે દ્વિતીય ક્રમે અને સૂચિત્રા સરકાર ૪૨ મિનિટ ૨૩ સેકન્‍ડ સાથે તળતીય વિજેતા બન્‍યા હતા.

એક કિલોમીટરની પેરા ઓપન ફિમેલ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે શરણ્‍ય શશીકાંત કુંભાર ૨૭ મિનિટ ૩૯ સેકન્‍ડ સાથે વિજેતા બન્‍યા હતા. થારાની ૪૧ મિનિટ પાંચ સેકમાં ટાર્ગેટ પૂર્ણ કરી બીજા ક્રમે તો મંત્રા ખુલે ૫૮ મિનિટ ૫૩ સેકન્‍ડમાં ટાર્ગટ પૂર્ણ કરી ત્રીજા ક્રમે વિજેતા બન્‍યા હતા. પેરા ઓપન મેલ સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે મહારાષ્‍ટ્રના નીલ મછદ્રિ સી. ૨૧ મિનિટ ત્રણ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે, કલ્‍પેશ કાંકરેચા ૨૧ મિનિટ ૧૨ સેકન્‍ડ સાથે દ્વિતીય ક્રમે અને ગુજરાતના જયેશ જીવનભાઈ મકવાણા ૨૨ મિનિટ ૨૨ સેન્‍ડ સાથે તળતીય વિજેતા બન્‍યા હતા.

પાંચ કિલોમીટરની પેરા સ્‍વિમર મહિલા વિજેતાઓમાં નાગપુરની લાવણ્‍યા વિકાસ રાઉત એક કલાક ૫૯ મિનિટ ૩૫ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે અને મુંબઈની જિયા રાય બે ક્‍લાક છ મિનિટ છ સેકન્‍ડ સાથે દ્વિતીય વિજેતા બની હતી. પુરૂષ વિજેતાઓમાં થાણેના નીલ મછદ્ર સી. એક કલાક ૪૩ મિનિટ ૨૯ સેકન્‍ડ સાથે પ્રથમ ક્રમે ચંદ્રપુરના અલી મોહમ્‍મદ ખાન ધોરી એક ક્‍લાક ૫૫ મિનિટ ૧૬ સેકન્‍ડ સાથે દ્વિતીય અને હૈદરાબાદના કોલી કાર્તિક અગ્નેય બે ક્‍લાક ૨૩ મિનિટ ૧૨ સેકન્‍ડ સાથે તળતીય વિજેતા બન્‍યા હતા

(1:19 PM IST)