News of Tuesday, 6th January 2026
જૂનાગઢમાં નકલી ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇઃ ૧૪ લાખની સાધન સામગ્રી કબ્જે

જૂનાગઢ તા.૬: બિલખા રોડ ધરાનગર વિસ્તારમાં પરમાર વાડી પારસે સરકારી પાણીના ટાંકા પાસે પ્રતાપ શિવુભા સોલંકીના કબ્જાવાળા મકાનમાં પ્રતાપ શિવુભા સોલંકી તથા રઘુવિરસીંહ શિવુભા સોલંકી તેઓના મળતીયાઓ સાથે મળી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી ચલાવી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની પ્રવળતી કરે છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ એ-ડિવીઝન પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા ગુન્હા નિવારણ શાખાના માણસોએ રેઇડ કરતા બાતમી વાળી જગ્યાએ રઘુવિરસીંહ શિવુભા સોલંકી બાતમી મુજબની પ્રવળતી કરતો મળી આવેલ તેમજ પ્રતાપ શિવુભા સોલંકી સ્થળ પર હાજર મળેલ નહી સદરહું જગ્યાએથી રોઈડ દરમ્યાન ધોરણસરની કાર્યવાહી દરમ્યાન ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાના સાધન સામગ્રી તથા કેમીકલ કબજે કરીે ગુનો રજી. કરવામાં આવેલ છે.
બનાવટી ઈંગ્લીશ દારૂ ભરેલ નંગ-૧૪૮૦ કી.રૂ.૯,૭૩,૮૪૦/-, ૫૦૦ લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટીકના ટાંકામાં બનાવટી ઈંગ્લીશ દારૂ લીટર-૪૬૦ કી.રૂ.૪,૦૩, ૪૨૦/, બોટલ શીલ કરવાનુ મશીન નંગ. ૧ કી.રૂ. ૧૦,૦૦૦/-, પ્લાસ્ટીક બેરલ નંગ-પ કી.રૂ.૧૦૦૦/-, ૫૦૦ લીટરની ક્ષમતાવાળો પ્લાસ્ટીડનો ટાંકો નંગ-૧ કી.રૂ.૨૦૦૦/-, મોબાઈલ નંગ-૧ કી.રૂ.૧૦,૦૦૦/-, રોડડા રૂપીયા ૩૦૧૦/- સહિતનો રૂા.૧૪ લાખ ૩,૨૭૦નો મુદામાલ કબ્જે કરાયો છે.
આ કામગીરી પ્રો.પો.ઈન્સ. વિ.જે.સાવજ તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા એ.એસ.આઈ ભદ્રેશભાઇ રવૈયા તથા નાથાભાઈ રામ તથા પંકજભાઈ સાગઠીયા તથા પો.હેડ.કોન્સ. નીલેશભાઈ ચૌહાણ તથા વિકાસભાઈ ડોડીયા તથા મોહસીનભાઈ અબડા તથા ગોપાલભાઈ કીંદરખેડીયા તથા પો.કોન્સ કલ્પેશભાઈ ચાવડા તથા અનકભાઈ બોઘરા તથા નરેન્દ્રભાઈ બાલસ તથા જયેશભાઈ કરમટા તથા હિતેશભાઈ જિલડીયા તથા નીતીનભાઈ હિરાણી તથા સુભાષભાઈ કોઠીવાળ તથા જીગ્નેશભાઈ શુક્લ પો.સ્ટાફનાઓએ સાથે રહી ટીમ વર્કથી કરેલ છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
