<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

જામનગરમાં મયુર ગણાત્રાને રૂપિયા પરત આપતા આપઘાતઃ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ

જામનગર, તા.૬: જામનગરના હવાઈ ચોક વિસ્‍તારમાં આવેલા નાગર ચકલામાં જલારામ રેસ્‍ટોરન્‍ટ ચલાવતા મયુર હરીશભાઈ ગણાત્રા નામના ૪૨ વર્ષીય યુવાને કેટલાક લોકોને હાથ ઉછીના નાણા આપ્‍યા હતા.

આ નાણાં પરત માગતા મયુરને ધમકી આપી હોવાથી તેમને ઝેરી દવા પી લેતા સારવાર માટે શ્રીજી હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યો હતો. જેમાં સારવાર દરમિયાન મયુરે દમ તોડ્‍યો છે. ત્‍યારે તેના પરિવારજનોએ આ સમગ્ર મુદ્દે વાત કરતાં જણાવ્‍યું હતું કે એક પોલીસ અને ત્રણથી ચાર મહિલાઓને મયુરે હાથ ઉછીના અંદાજે અઢીથી ત્રણ લાખ રૂપિયા આપ્‍યા હતા. જે પરત માગતા તેમને ફોન પર ધમકી પણ આપી હતી અને તેનું કોલ રેર્કોડિંગ પણ છે.

જે ફોન અને ડાયરી કે જેમાં કોને પૈસા આપ્‍યા છે અને કેટલા પૈસા આપ્‍યા છે તે ઉલ્લેખ છે તે પોલીસે કબજે કરી છે. ત્‍યારે મળતક મયુર ગણાત્રાના કાકાએ આ સમગ્ર મામલે તપાસ કરી પોલીસ ધમકી આપનારને મને નાણા પરત ન આપી માનસિક ત્રાસ આપનાર લોકો સામે કાર્યવાહી કરે તેવી માગણી કરવામાં આવી છે.

(અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:26 PM IST)