News of Tuesday, 6th January 2026
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પાસે ટ્રિપલ અકસ્માત : કાકા-ભત્રીજા સહિત ૩ ના મોત : મૃતક યુવકના ફેબ્રુઆરીમાં લગ્ન હતા
મૃતક યુવક દીક્ષિતભાઈ વડોદરિયાના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન હતા દીક્ષિતભાઈ રાજકોટ ખાતે જીઇબી ના કોન્ટ્રાક્ટર છે : આ ઉપરાંત રીક્ષાચાલકનું મૃત્યુ, જ્યારે તેમના પત્નીને ગંભીર ઈજા

તાલાળા તા.૬ : તાલાલાના સુરવા-માધુપુર વચ્ચે બાઈક, નારિયેળ ભરેલો છકડો અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર જાવંત્રી ગીર ગામે રહેતા કાકા પ્રભુદાસભાઈ અને તેના ભત્રીજા દીક્ષિતભાઈ વડોદરિયા લગ્નની ખરીદી કરવા માટે ગયા હતા જ્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો મૃતક યુવક દીક્ષિતભાઈ વડોદરિયાના ફેબ્રુઆરી મહિનામાં લગ્ન હતા દીક્ષિતભાઈ રાજકોટ ખાતે જીઇબી ના કોન્ટ્રાક્ટર છે.
આ અકસ્માતમાં રીક્ષા ચાલક કિશોરભાઈ નો પણ મૃત્યુ થયું છે જ્યારે તેમના પત્નીને ઈજા થઈ છે તેમને વધુ સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવ્યા છે ત્યારે તેમના પુત્રને સામાન્ય ઈજા પહોંચી હતી
ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
