<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

મોરબીના રવાપર રોડ પર બંગલામાં શોર્ટ સર્કીટથી આગ: જાનહાની ટળી

ફાયર ફાઈટરોએ એક્ઝોસ્ટ ફેન નામના સ્પેશીયલ મશીનની મદદથી ધુમાડો બહાર કાઢવાની કામગીરી કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના રવાપર રોડ પર આવેલા મામા ફટાકડાની પાછળની શેરીમાં, પ્રાણનગર– ૨ માં સ્થિત ‘યમનાકુંજ’ નામના બંગલામાં આગ લાગવાની ઘટના બની હતી. બપોરે અંદાજે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં બંગલાના ઇલેક્ટ્રિક મીટરમાં અચાનક શોર્ટ સર્કીટ થવાને કારણે આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

      ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંગલાની અંદર ધુમાડો એટલી હદે ભરાઈ ગયો હતો કે અંદર જોવું પણ મુશ્કેલ બની ગયું હતું, જેથી ફાયર ફાઈટરોએ એક્ઝોસ્ટ ફેન નામના સ્પેશીયલ મશીનની મદદથી ધુમાડો બહાર કાઢવાની કામગીરી કરી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ આગને કારણે બંગલામાં રહેલા ફર્નિચર સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ફાયરની ટીમે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.


 

(12:31 AM IST)