News of Wednesday, 7th January 2026
કચ્છના રાપરમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મના બનાવથી ખળભળાટ
મહિલા કોંગ્રેસના આગેવાનોની જાગૃતિ ને પગલે અંતે ફરિયાદ નોધાઈ, સમાધાન કરી ફરિયાદ દાખલ ન કરવાની કોશિશ નિષ્ફળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : રાપરમાં ૧૫ વર્ષીય માનસિક અસ્થિર સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના બનેલ અત્યંત નિંદનીય કૃત્યમાં અંતે ફરિયાદ દાખલ થઈ છે. પહેલા સમાધાન કરી ફરિયાદ દાખલ ન કરવાની ચર્ચાઓ વચ્ચે મહિલા કોંગ્રેસે જાગૃતિ દર્શાવી પીડિત પરિવારને સાંત્વના આપી હિંમત આપતાં ફરિયાદ કરાઈ છે. ગત ૧ જાન્યુઆરીના રોજે ૧૫ વર્ષીય સગીરાના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે માતા પાસે લઈ જવાનું કહી આરોપી મોહન શિવા કોળી સગીરાને બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવમાં કચ્છ મહિલા કોંગ્રેસના આગેવાનો કલ્પનાબેન જોશી, રાધાબેન ચૌધરી, ઉમાબેન સૈની તેમ જ અન્ય મહિલા અગ્રણીઓ સાથે રાપર શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક રાઠોડ સહિતના કાર્યકરો પીડિત પરિવારને મદદરૂપ બન્યા હતા. અંતે પોલીસે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
