<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

લીંબડી હાઇવે પર અનેક હોટલો ગેરકાયદેસર સરકારી જમીનો પર?!!!

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૭: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલી આલિશાન હોટલો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલી ૦૬ થી વધુ હોટલો તોડી પાડવામાં આવી છે અને અંદાજિત ૧૦૦ કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. ત્‍યારે લીંબડી નજીક પણ અનેક પ્રકારની ગેરકાયદેસર હોટલો ધમધમી રહી હોય તે પ્રકારની ફરિયાદો પ્રાપ્ત થઈ રહી છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે લીંબડી હાઇવે ઉપર આવેલી અને હોટલો સરકારી ખરાબાની જગ્‍યામાં અને ગૌચરની જગ્‍યાઓમાં દબાણો કરી અને બનાવી નાખવામાં આવ્‍યા હોવાની રાવ ફરિયાદ ઊઠવા પામી છે પરંતુ તે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી રહી દબાણ કરતા અને જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરતા અને મોકળુ મેદાન મળ્‍યું હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. આગામી દિવસોમાં હાઇવે ઉપર આવેલી હોટલોનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે અને ગેરકાયદેસર હોય તો તેના ઉપર પણ ડિમોલેશન સહિતની કામગીરી અને દબાણ કરતાં સામે લેન્‍ડ ગ્રેબિંગ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવે તે હવે જરૂરી બન્‍યું છે.

(11:21 AM IST)