<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કચ્‍છમાં શેર બજારમાં ઇન્‍વેસ્‍ટની ટિપ બતાવતી એપ ડાઉનલોડ કરી રોકાણ કરતાં ૩૨ લાખ ગૂમાવ્‍યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬:  ઝડપથી ઘણા રૂપિયા કમાઈ લેવાની લાલચમાં ફસાઈ પોતાની કમાણીના લાખો રૂપિયા ગુમાવવાના બનાવો ધ્‍યાનમાં હોવા છતાયે ઠગાઈ જનારાઓની સંખ્‍યા વધી રહી છે. તેનું મૂળ કારણ છે લાલચ !!. આવા જ એક કિસ્‍સામાં ભુજના ભાનુશાલી નગરમાં રહેતા રહેવાસીએ પોતાની કમાણીના ૩૨ લાખ ૮૨ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્‍યો છે. પોલીસ ચોપડે આ બાબતે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત ૪/૧૧/૨૫ ના તેમને વ્‍હોટ્‍સ એપ ગ્રુપમાં એડ કરાયા હતા જેમાં દરરોજ શેર માર્કેટની ટિપ્‍સ આપી આઈપીઓ અને અન્‍ય રોકાણમાં સફળતાની ઊંચી ટકાવારી દર્શાવવામાં આવતી હતી. તેમાં ફરિયાદીને ઇન્‍વેસ્‍ટ માટે પૂછતા હા પાડતા ORLM LLC ગ્રુપ સર્વિસના મેનેજર દ્વારા લિન્‍ક મોકલાવાઈ હતી જે ફરિયાદી હિતેશભાઈ એ ડાઉન લોડ કરી રૂપિયા શેર બજારની લિન્‍ક વાળી કંપનીના ડિજિટલ વોલેટમાં ટ્રાન્‍સફર કરી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. ૩/૧૨ થી ૨૩/૧૨ દરમ્‍યાન ૧૩ વખત કુલ રકમ રૂપિયા ૩૨ લાખ ૮૨ હજાર ટ્રાન્‍સફર કરી દીધા. પરંતુ રૂપિયા વિડ્રો કરાવવા તેમણે પ્રોસેસ કરી તો રૂપિયા એમના ખાતામાં ટ્રાન્‍સફર ન થયા પણ પેન્‍ડિગ પ્રોસેસ બતાવી બીજા રૂપિયા ભરવાનો મેસેજ આવ્‍યો. એટલે ફરિયાદીને છેતરાયા હોવાનો ખ્‍યાલ આવતા અંતે હવે એમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

(2:20 PM IST)