News of Wednesday, 7th January 2026
જસદણમાં માનવતા મહેકી અવતાર ટ્રસ્ટ આયોજિત રક્તદાન કેમ્પમાં વિક્રમજનક ૩૧૬ બોટલ રક્ત એકત્ર, મેડિકલ સાધન સેવા કેન્દ્રનો પ્રારંભ

આટકોટઃ જસદણના ‘અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા પોતાની સેવાકીય યાત્રાના ૧૨માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છાયાણી પરિવારની વાડી ખાતે યોજાયેલ ‘રક્તદાન કેમ્પ-૨૦૨૬'માં આસપાસના ગ્રામ્ય વિસ્તારના વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. એક જ દિવસમાં ૩૧૬ બોટલ જેટલું વિક્રમજનક રક્ત એકત્ર કરીને ટ્રસ્ટે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે દરેક રક્તદાતા અને સેવા આપનાર દાતાશ્રીઓને સ્મળતિ ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ક્ષેત્રમાં વધુ એક પીંછું ઉમેરતા ‘મેડિકલ સાધન સેવા કેન્દ્ર' ની જાહેરાત કરવામાં આવી છે. હવેથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોસ્પિટલ બેડ, વોકર, ટોયલેટ ચેર અને વોકિંગ સ્ટીક વગેરે જેવા સાધનો ડિપોઝિટ ભરીને આ સંસ્થામાંથી મેળવી શકાશે.(તસવીરોઃ કરશન બામટા-આટકોટ)
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
