<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

બગદાણાના પ્રકરણમાં વિડીયો વાયરલ કોણે કર્યો : સીટ દ્વારા તપાસ

ભાવનગર-તળાજાના વકીલો દ્વારા ઇજાગ્રસ્‍ત નવનીત બાલધીયાને સમર્થનઃ ટેકનીકલ સર્વેલન્‍સની ટીમ તપાસ કરશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા., ૭ : બગદાણાના નવનીત બાલધિયા ઉપર થયેલ હુમલાને લઈ ગુજરાતના કોળી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો એક થયા છે પરંતુ કોળી સમાજના વ્‍યક્‍તિજે ધારાશાષાી હોય અને સમાજ માટે એક થઈને સરકારે જેમ સીટની રચના કરી એજ રીતે કોળી સમાજના એડવોકેટની પણ એક કમિટી બની છે.આ કમિટીમા તળાજા ના એડવોકેટનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

  કોઈપણ વિવાદમાં પડતા પહેલા ચોક્કસ પરિણામ જોઈતું હોય તો કાયદાનું જ્ઞાન હોવું અતિઆવશ્‍યક છે. તળાજાના એડવોકેટ હરેશ બાંભણીયા એ જણાવ્‍યું હતુ કે જે સભ્‍યોની કમિટી બની છેતે પંચનામું, સાહેદના રોલ અને તેના નિવેદન સહિત જે કઈ પોલીસ તપાસમા ઘટતું લાગે તેના પર નઝર રહશે. તેના માટે પોલીસને રજુઆત કરવી અથવા તો હાઈકોર્ટ સુધી ન્‍યાયિક બાબતે લડવું પડે તો ત્‍યાં સુધીની તૈયારી છે.

 IPC ૩૦૭ નો ઉમેરો કર્યો છે પરંતુ તે કલમ ને જોતા તપાસ થવી જોઈએ તે થઈ નથી. કાવતરું રચવું,ગેરકાયદેસર મંડળી રચવી જેવી કલમો પણ નથી.જે સીસીટીવી ફૂટેજ ડીલીટ કરવામાં આવ્‍યા છે તે અને આરોપીઓ સહિતના તપાસ ના કામે જેના જેના મોબાઈલ કબ્‍જે લીધા હોય અથવા લેવાના હોય તેને FSL મા મોકલવામાં આવે તો પણ કેસમાં મહત્‍વ ના સાબિત થાય.હજુ ઓળખ પરેડ પણ થઈ નથી. કારણ કે ફરિયાદી હોસ્‍પિટલમા છે.

હરેશ બાંભણીયા એ ઉમેર્યું હતુંકે આરોપીના બે દિવસના રિમાન્‍ડ દરમિયાન પણ તપાસના કામે મહત્‍વનું કશુંજ જોવા મળ્‍યું નથી.

 કાનૂની બાબત સાથે તળાજા પંથકમાં એક સૌથીમોટો સવાલ એ થઈ રહ્યો છેકે માર મારતા હોય તે વિડિઓ અને ત્‍યારબાદ ફાર્મ હાઉસ પરનો એ પણ રાત્રે ઉતારવામાં આવેલ છે આ બંને વિડિઓ કોણે વાયરલ કર્યા? માત્ર વિડિઓ વાયરલ કરવા પૂરતું સીમિત ન રાખી ને ટી.વી.મીડિયા સુધી પહોંચાડવામા આવ્‍યા તેનો ઉદ્દેશ શુ છે? મારામારીના બનાવ અને ફાર્મ હાઉસ પર હુમલાખોરનો કોઈ અંગત વ્‍યક્‍તિ જ હોય, તેમણે જ વિડિઓ ઉતાર્યો હોય અને એજ વ્‍યક્‍તિ એ વાયરલ કર્યો હોય અથવા અન્‍ય કોઈ ને આપી ને વાયરલ કરવામાં આવ્‍યો હોવો જોઈએ. વિડિઓ જેણે પણ વાયરલ કર્યો તેણે બદલા અને મોટો વિવાદ સર્જાય તેવા ઉદ્દેશ સાથે વાયરલ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વિવાદ વકરવાનું કારણ વાયરલ વિડિઓ છે ત્‍યારે મોબાઈલના લાઈવ લોકેશન , એમના CDR મેળવવા માટે ટેક્રિકલ સર્વેલન્‍સની ટિમની મહત્‍વની ભૂમિકા બની રહેશે.

ફરિયાદી કોર્ટ બોક્ષમા આવીને શું કહે છે?

એડવોકેટ નું કહેવું છેકે ફરિયાદી કોર્ટમાં આવી ને બોક્ષમા તપાસ અને આરોપી બાબતે શુ કહે છે તે મહત્‍વ નું છે. કલમ ૩૧૯ મુજબ કાનૂનીકાર્યવાહી થઈ શકે છે.મૂળ  આરોપીનું નામ પોલીસ જ્‍ત્‍ય્‍ અથવા તો તપાસ મા ન ખુલ્‍યું હોય તો પણ તે બાબતે કોર્ટમાં કાર્યવાહી થઈ શકે છે.

વિડિઓ વાયરલ બાબતે ગુન્‍હો દાખલ થઈ શકે છે

નવનીત બાલધિયા પર હુમલાનો અને ત્‍યારબાદ ફાર્મ હાઉસ ના વિડિઓ વાયરલ બાદ બંને સમાજના અનેક લોકોએ એવા વિડિઓ વાયરલ કર્યા જેનાથી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાય રહે તે માટે ગુપ્તચર વિભાગથી લઈ પોલીસ ની વિવિધ ટીમોએ સતત એલર્ટ રહેવું પડયું.સમાજના આગેવાનો એ વયમનસ્‍ય ન ફેલાય તે માટે અપીલ કરવાની ફરજ પડી.વિડિઓ વાયરલ થવાના કારણે સંઘર્ષ ઘેરો બન્‍યો આથી જે વ્‍યક્‍તિ એ વિડિઓ વાયરલ કરી ને વાતાવરણ વધુ ઉગ્ર બનાવ્‍યું તેમની સામે પણ આઈ. ટી એકટ મુજબ ગુન્‍હો દાખલ થઈ શકે છે.

(11:26 AM IST)