તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Wednesday, 7th January 2026
દોઢ લાખનો દેશી દારૂ કારમાં લઇ જતા જુનાગઢનો શખ્સ ઝડપાઇ ગયો

જુનાગઢ તા. ૭ :.. એક શંકાસ્પદ વાહન વડાલ તરફ જતા નવા બાયપાસ પાસે ઓવર બ્રિજ નીચે આવતા વાહનને રોકાવી ગાડી ચેક કરતા ગાડીની ડીકીમાંથી દેશી પીવાના દારૂના બુંગીયા તથા અન્ય મુદામાલ મળી આવતા કબ્જે કરી આરોપી અટક કરી જુનાગઢ તાલુકા પો. સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ આરોપી (૧) પ્રમોદ સ-ઓ. રણજીતસિંહ દયાળસિંહ બેન્સ, ધંધો ડ્રાઇવીંગ રહે. જુનાગઢ મીરાનગર દુર્ગાપાર્ક-૧ પકડવા પર બાકી આરોપી (ર) સાગર ઉર્ફે વિકી સુરેશભાઇ સોલંકી રહે. જુનાગઢ, પ્રદિપ ખાડીયા, (૩) કિશન ડાયા રાઠોડ રહે. જુનાગઢ મધુરમ હાલ જેતપુર ફરાર થઇ ગયેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદામાલ (૧) દેશી પીવાનો દારૂ બુંગીયા નં. ૧પ૦ દારૂ લીટર-૭પ૦ કિ. રૂા. ૧,પ૦,૦૦૦ (ર) મોબાઇલ ફોન ર કિ. ર૦,૦૦૦ (૩) ફોર વ્હીલ વાડી-૧ કિ. રૂા. ૭૦,૦૦૦ કુલ મુદામાલ કિ. રૂા. ર,૪૦,૦૦૦ નો છે.
ક્રાઇમ બ્રાન્ચના પો. ઇ. કૃણાલ એમ. પટેલ, પો. સ. ઇ. પી. કે. ગઢવી, પો. હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, પો. કો. જેઠાભાઇ કોડીયાતર, ચેતનસિંહ સોલંકી, ભુપતસિંહ સીસોદીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
