News of Wednesday, 7th January 2026
ચોટીલાના રાજપરામાં ૮૦ વર્ષના જવલબેનની ઝેર આત્મહત્યા
તામસી મગજ થઇ ગયાનું સ્વજનનું કથનઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુ નિપજ્યું

રાજકોટ તા. ૭: ચોટીલાના રાજપરા ગામે રહેતાં જવલબેન ઉકાભાઇ સાબરીયા (ઉ.વ.૮૦) ગઇકાલે બપોરે સાડા બારેક વાગ્યે ઝેરી દવા પી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
જવલબેનને સંતાનમાં છ દિકરી અને બે દિકરા છે. પતિ હયાત નથી. વૃધ્ધાનો મગજ થોડો તામસી થઇ ગયો હોઇ અકળ કારણોસર ઝેરી દવા પી ગયાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
