News of Wednesday, 7th January 2026
જામનગરના મોટી ખાવડી ગામે હિંસક ઢોરે આતંક મચાવ્યો : જાહેર માર્ગ પર યુવાનને હડફેટે લીધોઃ પછાડી દઈ યુવાનને રીતસરનો મસળી નાખ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જિલ્લામાં રસ્તે રઝળતા ઢોરે યુવાનને હડફેટે લેતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે મોટી ખાવડી ગામે હિંસક ઢોરે આતંક મચાવ્યો હતો.જાહેર માર્ગ પર એક યુવાનને નિશાન બનાવી હડફેટે લીધો હતો.ગાયે પછાડી દઈ યુવાનને રીતસરનો મસળી નાખ્યો હતો. બનાવના પગલે લોકો એકઠા થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી.કોઈએ ગાય ઉપર પથ્થર તો કોઈએ પાણી છાટયું હતું. સમગ્ર બનાવનો વિડીયો વાયરલ થયો છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
