News of Wednesday, 7th January 2026
ગિરનાર ઉપર ૮.પ, અમરેલી અને નલીયામાં ૯ ડીગ્રી ઠંડી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનમાં વધઘટ

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીનો માહોલ બરકરાર છે. ગિરનાર ઉપર ૮.પ, નલીયા ૯, રાજકોટ ૧૦.પ, જામનગરમાં ૧૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. આજે સવારે તાપમાનમાં ૧.૫ ડિગ્રીનો વધારો થતા ગિરનાર પર ઠંડી ઘટીને ૮.૫ ડિગ્રી નોંધાઈ હતી.શનિવારથી જુનાગઢ સહિત સોરઠમાં શરૂ થયેલા ઠંડીના મોજા પર આજે સવારે બ્રેક લાગતાં લઘુતમ તાપમાનમાં ૧.૫ ડિગ્રીનો વધારો થયો હતો. ગિરનાર પર ઠંડીનું પ્રમાણ ઘટીને ૮.૫ ડિગ્રી થયું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઠંડીની તીવ્રતા યથાવત રહી હતી.
જુનાગઢ શહેરમાં પણ દોઢ ડિગ્રી રઘુતમ તાપમાન વધીને ૧૩.૫ ડિગ્રી રહ્યું હતું. ગુલાબી ઠંડી ઘટવાની સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૭૦ ટકા થઈ ગયું હતું. પરંતુ સવારથી પાંચ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા ઠંડીની અસર જનજીવન પર જોવા મળી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહત્તમ તાપમાન રપ.પ, ભેજનું પ્રમાણ ૬૭ ટકા, પવનની ગતિ ૬.૯ કિ. મી. રહી છે.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૮.૫ ડીગ્રી
અમદાવાદ ૧૩.૮ ડીગ્રી
અમરેલી ૯.૦ ડીગ્રી
બરોડા ૧૪.૬ ડીગ્રી
ભાવનગર ૧૪.૭ ડીગ્રી
ભુજ ૧૧.૮ ડીગ્રી
દમણ ૧૭.૪ ડીગ્રી
ડીસા ૧૨.૩ ડીગ્રી
દીવ ૧પ.૦ ડીગ્રી
દ્વારકા ૧૬.૧ ડીગ્રી
ગાંધીનગર ૧ર.૦ ડીગ્રી
જામનગર ૧૩.૦ ડીગ્રી
કંડલા ૧૪.૮ ડીગ્રી
નલિયા ૯.૦ ડીગ્રી
ઓખા ૧૯.૦ ડીગ્રી
પોરબંદર ૧૬.૭ ડીગ્રી
રાજકોટ ૧૦.પ ડીગ્રી
સુરત ૧૬.૦ ડીગ્રી
વેરાવળ ૧૮.૧ ડીગ્રી
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
