તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Wednesday, 7th January 2026
હજુ વધશે ?
બંગાળની ખાડીની સીસ્ટમ મજબુત બન્યે તે ગુજરાત પરોક્ષ અસર કરશે ? દેશ મધ્યેના ઉદ્દભવેલ એન્ટી સાયકલોનથી પવનોની દિશા કેવી રહે છે, તે પર આધારીત રહેશે

(મહમદ રાઠોડ) વાંકાનેર, તા. ૭ : આઇએમડી અનુસાર ગુજરાતમાં ચાર દિવસ સુધી વાતાવરણ જે-સે-થે જળવાઇ રહેશે. ઠંડી બહુ વધશે નહીં. ચાર દિ' બાદ ઠંડી વધુ વધવાની આગાહી કરાઇ છે.
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે લૉ પ્રેશરમાંથી વેલમાર્ક લૉ પ્રેશર બનીને બાદમાં ડીપ્રેશન બનવા તરફ આગળ વધી રહી છે. આ સીસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે તેવું આઇએમડી જણાવે છે. જોકે આ સીસ્ટમ ગુજરાત સુધી તો આવવાની જ નથી પણ દેશના મધ્ય ભાગે ઉદ્દભવી રહેલી એન્ટી સાયકલોનની અસરથી પવનોની દિશા બદલાશે. વચ્ચે ગુજરાત પર અરબી સમુદ્રના પવનો પણ વહેશ તેવું ફોરકાસ્ટ મોડેલ મેપમાં જોવા મળે છે.
દેશ મધ્યેની એન્ટી સાયકલોનની મોજુદગીથી, બંગાળની ખાડીવાળી સીસ્ટમ હજુ વધુ મજબુત બન્યે, ગુજરાતમાં પવનોની દિશા ગુજરાતમાં એન્ટી સાયકલોનને પગલે કેવી રેહશે ? તે પર આધારિત રહે છે. બંગાળની ખાડીવાળી સિસ્ટમની આડકતરી પરોક્ષ અસર ગુજરાતમાં રહેશે કે કેમ ? તે આ પવનોની દિશાથી નકકી થશે
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
