<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ભુજમા રાષ્ટ્રીય પ્રભારી સુભાષીની યાદવ ના અધ્યક્ષ સ્થાને જનસંવાદ કાર્યક્રમ યોજાયો : "દારૂ-ડ્રગ્સ ના મુદ્દે મહિલા કોંગ્રેસ ગુજરાત માં આંદોલનો છેડશે" - ગીતા પટેલ : નામ બદલી દેવાથી ઈતિહાસ નહિ બદલે મનરેગા યોજના પૂજ્ય ગાંધી બાપુના નામેજ ઓળખાશે” - સુભાષીની યાદવ : સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ જવલંત વિજય થશે" - વી.કે.હુંબલ

કેન્દ્રની ભાજપ સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરે છે પણ ગુજરાત સહીત ભારત ની દીકરીઓ સુરક્ષિત નથી, રોજ વધતા જતા શાકભાજી, તેલ, ખાદ્યપદાર્થ ના વધતા ભાવોના કારણે ઘરની ગૃહિણીઓ હેરાન અને પરેશાન : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પના જોશી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ :  કચ્છ જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ તથા કચ્છ જીલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા ભુજ મધ્ય જનસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય નેતા ગુજરાત ના સહ પ્રભારી સુભાષીની યાદવ, ગુજરાત મહિલા કોંગ્રેસ ના પ્રમુખ ગીતા પટેલ જીલ્લા ના પ્રભારી સંજય અમરાણી, યાસીન ગજણ જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ વી.કે.હુંબલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ જન સંવાદ કાર્યક્રમ ની શરૂઆત વંદેમાતરમ ગીત તથા દીપ પ્રાગ્ટય થી કરવામાં આવી કાર્યક્રમ નું સ્વાગત પ્રવચન ભુજ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ફાલ્ગુની બેન તથા ગાંધીધામ કાર્યક્રમ સ્વાગત પ્રવચન ઉમા શેની એ કર્યું હતું ગુજરાત કોંગ્રેસના જીલ્લા ના પ્રભારી સંજયભાઈ અમરાણી, યાસીનભાઈ ગજણ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી શેરબાનું બેન ખલીફા, કિરણબેન પોકાર, બિંદુ યાદવ જીલ્લા ના પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસંહ જાડેજા, કિશોરદાન ગઢવી, નિતેષ લાલન, રફીક મારા, બેલા જોશી, જુમાબેન મહેશ્વરી, કોકિલાબેન ધેડા, પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચા, જુમાભાઈ રાયમા, ભરત ઠક્કર વિગેરે આગેવાનો એ કાર્યક્રમ ને અનુરૂપ ઉદ્રોદન કર્યું હતું

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ના ઉપપ્રમુખ કલ્પના જોશી એ સૌ પ્રથમ આ બન્ને બહેનો નું કચ્છ જીલ્લા ના સ્વાગત કર્યું કાર્યક્રમ ને સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર ની ભાજપ સરકાર બેટી બચાવો અને બેટી પઢાવોની વાતો કરે છે પણ ગુજરાત સહીત ભારત ની દીકરી ઓ સુરક્ષિત નથી રોજ વધતા જતા શાકભાજી, તેલ, ખાદ્યપદાર્થ ના વધતા ભાવો ના કારણે ઘરની ગૃહિણી ઓ હેરાન અને પરેશાન છે. મોઘવારી એ જયારે માજા મૂકી છે ત્યારે મહિલા કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં દેખાવ પ્રદર્શન કરી સરકાર ની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરશે. જીલ્લા મહિલા પ્રમુખ રાધાર્સિંગ ચૌધરીએ જનસંવાદ કાર્યક્રમ ના સંબોધતા જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓમાં ૫૦ ટકા મહિલાઓ ની ભાગીદારી છે ત્યારે કચ્છ ની બહેનો સક્રિય રાજકારણ માં આવી પોતાનું ભાગ ભજવે વધુમાં શ્રી ચૌધરી એ જણાવ્યું હતું કે મહિલાઓ મોંઘવારી, શિક્ષિત હોવા છતા બેરોજગારી નો ભોગ, શિક્ષણ જેવી બાબતો નું ભોગ બને છે પણ સરકાર હજુ સુધી મોન છે આ તમામ મુદ્દે સરકાર સદન્તર નિષ્ફળ થઈ છે તેવો આક્ષેપ શ્રી ચૌધરી એ કર્યો હતો.

આ જન સંવાદ કાર્યક્રમ ને સંબોધતા શ્રી હુંબલે જણાવ્યું હતું કે સહ પ્રભારી સુભાષીની યાદવ કચ્છ જીલ્લા ની પ્રથમ વાર મુલાકાતે આવ્યા છે પૂર્વ સાંસદ કેન્દ્રીય નેતા સરદ યાદવ ના દીકરી છે શ્રી હુંબલે વધુમાં જણાવ્યું હતું કે કચ્છ જીલ્લામાં વધતી જતી નશાખોરી, બેરોજગારી, નર્મદાના નીર શિક્ષણ આરોગ્ય ટ્રાન્સપોટ, ખેડૂતો, મહિલાઓના મુદ્દાઓ ઉપર કોંગ્રેસ પક્ષ મજબૂતી થી લડત ચલાવશે સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણીઓ માં કોંગ્રેસ પક્ષ જવલંત વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ જનસંવાદ કાર્યક્રમ ને સંબોધતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતા પટેલને સંબોધતા દેશ અને રાજ્ય માં મહિલાઓ પર અત્યાચાર ના ગુનાહો દિન પ્રતિદિન વધતા જાય છે પણ કેન્દ્રની ભાજપ ની સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ નું દુષણ વધી રહ્યું છે. ગુજરાત પહેલા દૂધ ના ટેન્કરો થી ઓળખાતું હતું તે હવે દારૂ ના નામે ઓળખાવાનું શરુ કરી દીધું છે. ત્યારે કેન્દ્ર માં બેઠેલ જોડી ને શરમ આવી જોઈએ ગાંધી સરદાર નું ગુજરાત દેશ ના ચોથા નંબરે દારૂ વેચાય છે તેના નામ માં જોવા મળે છે વધુ માં શ્રી પટેલે જણાવ્યું હતું કે ૫૦ ટકા બહેનો ની અનામત છે.ત્યારે વધુમાં વધુ સક્ષમ બહેનો ચુંટણી લડે તેવું આહ્વાન કર્યું હતું.

આ જનસંવાદ કાર્યક્રમને સંબોધતા સુભાષીની યાદવે દેશ ની આઝાદીના ઘડવૈયાઓ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો.ભીમરાવ આંબેડકરના મુલ્યો તથા યોગદાનો ભૂલી ભાજપ પોતાનું તથા RSS નું અસ્તિત્વ ટકી રે તેવા એજન્ડા પર કામ કરી રહી છે. કેન્દ્રની મોદી સરકાર આ નેતાઓ નું નામ બદલી અને યોજનાઓ પરિવર્તન કરી ધીમે ધીમે આ યોજનોઓ બંધ કરી દેવાની નીતિ તરફ છે કેન્દ્ર ની ભાજપ સરકાર મનરાગા નું નામ બદલી પૂજ્ય બાપુ નું અપમાન કર્યું છે. લાખો મજુરો તથા મહિલાઓ ને રોજગાર આપતી આ યોજના બંધ કરવા તથા દિવસો ઘટાડવાના કારણે લોકો બેરોજગાર થઇ જશે સરકારે તેમનો હકક છીનવવાનો આ પ્રયાસ કર્યો છે. સરકારે આ યોજના ના નામે કરોડો નો ટેક્ષ ભારત ની પ્રજા પાસે થી વસુલે છે તે પણ વ્યર્થ જશે તેવું જણાવ્યું હતું મનરેગા યોજના બચાવવા કોંગ્રેસ પક્ષ “ મનરેગા સંગ્રામ કાર્યક્રમો " જીલ્લાઓમાં/તાલુકામાં યોજશે આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ ને લઇ કોંગ્રેસ પક્ષ મજબૂતી થી પ્રજાકીય પ્રશ્નો માટે લડત ચલાવશે આંદોલનો, હલ્લા બોલ પ્રદર્શનો કરી સરકારની આંખ ઉઘાડશે તેવું શ્રી યાદવે જણાવ્યું હતું. કચ્છની જનતાના પ્રેમ અને અપાર લાગણી ઓ માટે શ્રી સુભાષીની યાદવે કચ્છ ની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી કાર્યક્રમ માટે પણ કાર્યકરો ને વાકેફ કાર્ય હતા.

આ કાર્યક્રમનું સંચાલન લાખાજી સોઢા, ભરત ગુપ્તા, દેવેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું કાર્યક્રમ ની અભાર વિધિ પુષ્પાબેન સોલંકી, ગાંધીધામ કાર્યક્રમ ની આભાર વિધિ કોકિલા બેન ઘેડા એ કરી હતી આ કાર્યક્રમ માં પક્ષના સીનીયર આગેવાનો, શહેર-તાલુકા ના પ્રમુખશ્રીઓ, જીલ્લા સમિતિના હોદેદારો, પાંખ-સેલના પ્રમુખશ્રીઓ,ચુંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકરો, મહિલાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ની વ્યવસ્થા લાલી આદીવાલ, ગુંજા યાદવ, જુમા મહેશ્વરી, રામદેવસિંહ જાડેજા, ગનીકુંભાર, ધીરજ ગરવા વિગેરે સંભાળી હતી.તેમ પ્રવક્તા હુસેન રાયમાની યાદીમા જણાવ્યું હતું.

(1:01 PM IST)