તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 7th January 2026
જુનાગઢ મહાનગર ભાજપાની બેઠક મળી

જુનાગઢ : ભારતીય જનતા પાર્ટી ગિરનાર કમલમ્ કાર્યાલય મુકામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના તા. ૧૧મી જાન્યુઆરીના સોમનાથ મહાદેવના પ્રવાસ માટેની આયોજન બેઠક યોજાઈ હતી શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા મહામંત્રી વિનુભાઇ ચાદેગ્રા મેયર ઘર્મેશભાઈ પોશીયા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા દંડક કલ્પેશભાઈ અજવાણી સહીત ના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યકમ ના ઈન્ચાર્જ મનનભાઈ અભાણી સહ ઈન્ચાર્જ ભરતભાઈ બાલસ જયેશભાઈ ઘોરાજીયા રવિભાઈ વિકાણી સંગઠન હોદેદારો તથા કોપોરેટરશ્રીઓ સભાના વોર્ડ ઈન્ચાર્જશ્રીઓ યુવા મોરચાના પ્રમુખ મહામંત્રી બક્ષીપંચ મોરચા પ્રમુખ મહામંત્રી મહિલા મોરચા પ્રમુખ મહામંત્રી કિશાન મોરચા પ્રમુખ મહામંત્રી અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ મહામંત્રી લઘુમતી મોરચા પ્રમુખ મહામંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દરેક કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોપવામાં આવી હતી તેમ મીડિયા વિભાગના સંજય પંડ્યા ની યાદી જણાવે છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
