News of Wednesday, 7th January 2026
ગજેરા કેમ્પસ વિદ્યાસભા સ્કૂલના DLSS ખેલાડીઓનો દબદબોઃ ખેલ મહાકુંભ ૨૦૨૫ સૌરાષ્ટ્ર ઝોન બહેનો હેન્ડબોલમાં ૨ ટીમોને સુવર્ણ પદક, અમરેલીનું ગૌરવ વધાર્યું

અમરેલીઃ ખેલ મહાકુંભ ૨૦૨૫ સૌરાષ્ટ્ર ઝોન શ્-૧૪ બહેનો હેન્ડબોલ સ્પર્ધા નું આયોજન સોમનાથ, મુકામે થયું હતું, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૬ ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં અમરેલી જિલ્લાની ટીમમાંથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ અમરેલી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલના (DLSS) ખેલાડી શ્-૧૪ બહેનોની ટીમોએ ભાગ લીધો. જેમાં ૧) ગોસાઈ ભક્તિ, ૨) શેખ નયના, ૩) જાદવ નિરાલી, ૪) મકવાણા અક્ષરા, ૫ સોલંકી કૃપા, ૬) ડાભી સાક્ષી, ૭) તમગડિયા માનસી, ૮) મકવાણા દ્રષ્ટિ, ૯) તાવિયા દ્રષ્ટિ ૧૦) મકવાણા પૂજા, ૧૧) વેગડ રિદ્ધિ, ૧૨) કાગડિયા ધ્યાની હેન્ડબોલ ટીમે સુવર્ણ પદક પ્રાપ્ત કરી સિધ્ધી હાંસલ કરેલ છે. અને ૧૮ થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ખેલ મહાકુંભ ૨૦૨૫ સૌરાષ્ટ્ર ઝોન ઓપન એજ બહેનો હેન્ડબોલ સ્પર્ધા નું આયોજન સોમનાથ, ગુજરાત મુકામે થયું હતું, જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૪ ટીમોએ ભાગ લીધેલ હતો જેમાં અમરેલી જિલ્લાની ટીમમાંથી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ અમરેલી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલના (ઝન્લ્લ્) ખેલાડી ઓપન એજ બહેનોની ટીમોએ ભાગ લીધો. જેમાં ૧) વેગડ મીના, ૨) સોલંકી ઋષિતા, ૩) જાની હેમાંગી, ૪) બારૈયા નિધિ, ૫) મેર કિરણ, ૬) મકવાણા જેનીશા, ૭) પરમાર ક્રિષ્ના, ૮) બલદાણીયા હિરલ, હેન્ડબોલ ટીમે સુવર્ણ પદક પ્રાપ્ત કરી સિધ્ધી હાંસલ કરેલ છે. શાળા પરિવાર અને તેમજ અમરેલી જિલ્લાનું નામ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ રોશન કરેલ. નોંધનીય છે કે વિદ્યાર્થીઓને દરેક રમત ગમતમાં નિયમિત પ્રેક્ટિસ માટેનું મજબૂત પ્લેટફોર્મ સંસ્થા તરફથી પૂરું પાડવામાં આવે છે. સંસ્થાના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટરશ્રી વસંતભાઈ પેથાણીએ હેન્ડબોલ ખેલાડી ટીમ, તેમજ કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
