તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 7th January 2026
જુનાગઢમાં ચેક રીટર્નના કેસમાં આરોપીને સજા અંગેનો હુકમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.૭, જુનાગઢના રહીશ જગદીશભાઇ હરેશભાઇ હાસાણી પાસેથી રીટાબેન કીરીટભાઇ કરગથરાએ રૂા. ૪,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ પુરા હાથ ઉછીના પેટે લીધેલ હોય જે રકમ પરત ચુકવવા માટે ચેક લખી આપેલ હોય જે ચેક રીટર્ન થતા રીટાબેન કીરીટભાઇ કરગથરા સામે જુનાગઢ ચીફ જયુડી. મેજી. ની કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ, ત્યારબાદ સદરહુ ફોજદારી કેસ ચાલી જતાં ફરીયાદી જગદીશભાઇ હરેશભાઇ હાસાણીના વકીલ કે.ડી.ઓડેદરાની દલીલો ધ્યાને લઇ જુનાગઢના ત્રીજા એડી. ચીફ જયુડી. મેજી.એ આરોપી રીટાબેન કીરીટભાઇ કરગથરાને નેગો. ઇન્સ્ટુ. એકટની કલમ ૧૩૮ ના ગુનામાં તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. તેમજ આરોપીએ ફરીયાદીને ચેકની રકમ રૂપિયા ચાર લાખની બમણી રકમ આઠ લાખ પુરાની ચુકવણી ચેકની તારીખથી ૯ ટકાના સાદા વ્યાજ સહિત વળતર પેટે ફરીયાદીને ચુકવી આપવાનો આરોપી સામે હુકમ કરવામાં આવેલ છે.
ફરીયાદી તરફે જુનાગઢના એડવોકેટ કે.ડી. ઓડેદરા રોકાયેલ હતા.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
