તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
વિસાવદર વોર્ડ નં.૫નાં લોક પ્રશ્નોની : ગાંધીનગરમાં મંત્રીઓને રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃ તા.૭, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નં.૫ના સદસ્ય કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલા તથા વોર્ડ નં.પના મહિલા સદસ્ય અને શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ રક્ષાબેન ઉદયકુમાર મહેતાએ લોકહિતના પ્રજાકીય પ્રશ્નો ગાંધીનગર સ્થિત મંત્રીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
વિસાવદર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલમાં એમ.ડી.મેડીસીન ડોક્ટરની નિમણૂક કરવા બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાને લેખિતમાં જણાવાયુ છે કે, જુનાગઢ જીલ્લાનો સૌથી મોટો તાલુકો વિસાવદર તાલુકો છે. વિસાવદર સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ ખુબજ પ્રમાણમાં હોય છે. જેથી વિસાવદર હોસ્પીટલ ખાતે એમ.ડી.મેડીસીન ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તે અતિઆવશ્યક છે.
રાજ્યના જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગ (સ્વતંત્ર હવાલો)ના મંત્રી ઈશ્વરભાઈ પટેલને લેખિતમાં જણાવાયુ છે કે વોર્ડ નં. ૫. જીવાપરા ખાતે પોપટડી નદી પર પુલ બનાવવો જરૂરી છે. જીવાપરા વોર્ડ નં.૫ પોપટડી નદી પર પુલ છે જે પુલ ત્રણ નાળા વાળો છે જેથી જે પુલ પર ચોમાસાની સીઝનમાં નદીમાં પુર આવવાથી રસ્તો બંધ થઈ જાય છે આ પુલ પરથી આશરે ૪૦૦(ચારસો) થી ૫૦૦ (પાંચસો) ખેડુતોની અવર-જવર વાળો પુલ છે જેથી ચોમાસાની સીઝનમા ખુબજ મુશ્કેલી પડે છે. જીવાપરા સ્મશાન પાસે પોપટડી નદી પર નવો ઉચો પુલ બનાવવા માટે રજુઆત કરતા જીવાપરા વિસ્તારના કોર્પોરેટરોએ જળ સંપતિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે મુલાકાત કરી જીવાપરા સ્મશાન પાસે પોપટડી નદી પર નવો ઉચો પુલ બનાવવા ખેડુતો અને અહિના લોકો ને ફરીને ચાલવુ પડે છે જેથી આ પુલ નવો બનાવવા માટે રજુઆત કરી છે જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રધુમનભાઈ વાજા, પ્રાથમિક શિક્ષણ વિભાગના મંત્રીને વોર્ડ નં. ૫.માં આવેલ પ્રાથમિક શાળાને નવી બનાવવા બાબતે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે જેથી પ્રાથમિક શાળાનું બીલ્ડીંગ નવુ બનાવવા માટે માંગણી કરવામાં આવી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
