<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

સાવરકુંડલાના સાર્વજનિક દવાખાનામાં આવતીકાલે રાહતદરે હોમિયોપેથીક સારવાર કેમ્‍પ યોજાશે

(દીપક પાંધી દ્વારા)  સાવરકુંડલા  તા. ૭ :..  સાવરકુંડલાના વેદકીય રાહત મંડળ સંચાલિત શેઠ શેરી ખાતે આવેલા સાર્વજનિક દવાખાનામાં રાહત દરે દાંતના રોગોની સારવાર કરવામાં આવી રહી છે જયારે જૂના અને હઠીલા રોગો ની સારવાર માટે દર મહિને એક દિવસ હોમિયોપેથિક કેમ્‍પ પણ શરૂ કરવામાં આવ્‍યો છે  આ વિભાગમાં દર મહિને એક દિવસ રાજકોટ થી હોમિયોપેથિક કન્‍સલ્‍ટન્‍ટ ડોક્‍ટર અમી પાંધી રાહત દરે સેવા પૂરી પાડે છે, આ હોમિયોપેથીક કેમ્‍પ આવતી કાલે તા.૮/૧/ ને ગુરુવારે યોજાશે જેમાં જુના હઠીલા દર્દો ,ચામડીના દર્દો, એલર્જી થી થતા દર્દો, શ્વસનતંત્ર ને લગતા દર્દો, માનસિક દર્દો ,મહિલાઓને લગતા દર્દો ,એસિડિટી, કપાસી વગેરે દર્દોની આડઅસર  રહિત અક્‍સીર સારવાર કરવામાં આવશે તો  આ કેમ્‍પનો લાભ લેવા સાર્વજનીક દવાખાના ની યાદીમાં જણાવાયું છે.

(2:26 PM IST)