<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

સાવરકુંડલા ગુરૂકુળનો નવસર્જન વાર્ષિકોત્‍સવ ઉજવાયો

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૭:  સાવરકુંડલા ખાતે આવેલ ખ્‍યાતનામ શૈક્ષણિક સંસ્‍થા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ દ્વારા રવીવારના રોજ ભવ્‍ય નવસર્જન વાર્ષિકોત્‍સવ કાર્યક્રમ યોજાયો જેમાં સાવરકુંડલા નગરના નગરજનો ખૂબજ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યાં હતાં.

આ ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ ના અધ્‍યક્ષ સંસ્‍થા ના પાયાના પથ્‍થર સંત પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી શ્રી વિષ્‍ણુપ્રસાદદાસજી  તેમજ સંસ્‍થા નાં વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્‍વામી, સંસ્‍થા નાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્‍વામી સાથે કાર્યક્રમના મુખ્‍ય મહેમાન શ્રી મહેશભાઈ કસવાલા સાવરકુંડલા, લીલીયા વિસ્‍તાર ના ધારાસભ્‍ય શ્રી તેમજ અતિથિ વિશેષ માં સાવરકુંડલા સિવિલ કોર્ટે ના મુખ્‍ય ન્‍યાયાધીશ શ્રી પઠાણ સાહેબ, સાવરકુંડલા નગર પાલિકા ના પ્રમુખ શ્રી મેહુલભાઇ ત્રિવેદી, સાવરકુંડલા તાલુકાના ના કોંગ્રેસ અગ્રણી નેતા શ્રી ચંદ્રેશભાઈ રવાની , ભાજપ અગ્રણી જીવનભાઈ વેકરીયા પ્રવીણ ભાઈ સાવજ, રાજેશ ભાઈ નાગ્રેચા, સાવરકુંડલા ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધ સિંહ રાઠોડ વિગેરે દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ. કાર્યક્રમ ની શરૂઆત હનુમંત વંદના સંગીતની સુરાવલી સાથે હનુમાન ચાલીસાનું ગાન જેસર રોડ ગુરુકુળ ના આચાર્ય શ્રી કૌશિક ભાઇ ગોસ્‍વામી અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલ.

કાર્યક્રમ દરમિયાન આવેલ મહેમાનોનું વળક્ષના નાના કુંડાઓ આપીને સ્‍વાગત કરવામાં આવેલ. સંસ્‍થા ના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્‍વામી એ મંગલ ઙ્કવચન

સંસ્‍થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ જેમાં ગુરુકુળ ના ઇતિહાસ ની તથા વર્તમાન શૈક્ષણિક ફેરફારો ની જાણ કરી હતી. ભવ્‍ય સાંસ્‍કળતિક કાર્યક્રમ ની રૂપરેખા સાયન્‍સ વિભાગના આચાર્ય શ્રી હરેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમ માં કુલ ૧૬ કળતિઓ રજૂ કરવામાં આવી હતી જે સમગ્ર કળતિઓ ગુરુકુળ શાળા ના શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી જે સંસ્‍થા નાં કોઠારી અક્ષર મુક્‍ત દાસજી સ્‍વામી નાં માર્ગદર્શન હેઠળ અને શાળા ના ડાયરેક્‍ટર શ્રી ગિરીશભાઈ વ્‍યાસ સાથે શાળા ના આચાર્ય શ્રી દીપેશભાઈ પંડ્‍યા, શ્રી હરેશભાઈ મહેતા, શ્રી કમલેશભાઈ ચુડાસમા, શ્રી ગૌરાંગભાઈ મહેતા અને શ્રીમતી વૈશાલી બેન પટેલ  કરવામાં આવેલ. આ તકે ગુરુકુળ શાળા ના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ જે બોર્ડ ની પરીક્ષા માં નંબર મેળવેલ છે તેઓ ને તેમના વાલી સાથે સંસ્‍થા દ્વારા અભિનંદન પત્ર, હાર તેમજ રોકડ રકમ થી સાવરકુંડલા ના ધારાસભ્‍ય શ્રી મહેશભાઈ કસવાલા ની સાથે અમરેલી થી આવેલા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના સાહેબો શ્રી આશિષ ભાઈ જોશી, શ્રી ચૌહાણ સાહેબ, શ્રી જયેશભાઈ પરમાર, શ્રી વાળા સાહેબના હસ્‍તે સન્‍માન કરવામાં આવેલ . કાર્યક્રમની આભાર વિધિ સંસ્‍થા ના મેનેજીંગ ટ્રસ્‍ટી કોઠારી અક્ષર મુક્‍ત દાસજી સ્‍વામીએ કરી હતી

(1:34 PM IST)