<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

કાલે ખંભાળીયામાં વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા સમુહલગ્ન

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૭: ખંભાળીયા વૈષ્ણવ રામાનંદી સાધુ સમાજ દ્વારા સમાજની વાડી બનાવવા તથા સમુહ લગ્નોત્સવનું પ્રથમ આયોજન હાથ ધરાયું છે.

રામાનંદી સાધુ સમાજ દ્વારા ૮-૩-ર૬ નારોજ આ સમુહ લગ્નોત્સવ ૧૧ દિકરીઓનો યોજવા આયોજન થયું છે.

સમુહ લગ્નોત્સવમાં નામ નોંધાવવા તથા દીકરીઓના કરીયાવરમાં ભેટ આપવા કે વાડીકે લગ્નોત્સવમાં દાન આપવા માટે સમિતિના અગ્રણીઓ પંકજભાઇ આર. ઉચડા (સાધુ), કિરીટભાઇ નિમાવત, ચેતનભાઇ આપ્ટે, સંજયભાઇ નિમાવત, નટવરલાલ અગ્રાવત, અરવિંદભાઇ રામાવત વિ. નો સંપર્ક સાધવા જણાવાયું છે. ૧૧ દીકરીઓને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાનું પણ આયોજન થયું છે

(1:38 PM IST)