News of Wednesday, 7th January 2026
ગોૈવંશ પ્રકરણમાં ભાણવડ-સલાયા પંથકના પાંચ ઇસમોને એકી સાથે પાસામાં ધકેલતી દ્વારકા પોલીસ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરશ્રી રાજેશ એમ. તન્નાએ ગૌવંશની કતલો કરનાર અને ગૌમાસનું વેચાણ કરનાર ઇસમો દ્વારા શાંતી ન ડહોળાય તેવા સુચારૂ હેતુસર અસામાજિક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા હકારાત્મક અને કડકાથી અભિગમ અપનાવી ત્વરિત નિર્ણય લઇ સદરહું ઇસમોની પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કરતા નીચે જણાવેલ પાંચેય ઇસમોને અલગ-અલગ જેલ ખાતે મોકલી આપી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પ્રશાસન દ્વારા સખ્તાઇથી કાર્યવાહી કરવામાં આવેલ છે.
પાસા અટકાયતીઓમાં (૧) અબ્દુલભાઇ ઉર્ફે બારકો જુસબભાઇ શમા, ઉવ-૩૮, રહે. સેવક દેવળીયા ગામ, તા.ભાણવડ, (સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ) (૨) રીઝવાનભાઇ ઉર્ફે આમીન ઉર્ફે કારીથો નુરમામદભાઇ ધુધા, ઉવ-૨૯, રહે.સેવક દેવળીયા (વડોદરા મધ્યસ્થ જેલ,) (૩) સલીમભાઇ ઇશાકભાઈ સુંભણીયા, ઉવ-૫૦, રહે. જીન વિસ્તાર, સલાયા, (પાલારા ખાસ જેલ, ભુજ - કચ્છ) (૪) ફારૂકભાઇ મુસાભાઇ ઘાવડા, ઉવ-૪૦, રહે. સેવક દેવળીયા (જિલ્લા જેલ પાલનપુર, બનાસકાંઠા) (૫) ઓસમાણભાઇ ઉર્ફે ભુટ્ટો જુસબભાઇ ઘુઘા, ઉવ-૪૦, રહે, સેવક દેવળીયા (જિલ્લા જેલ, ભાવનગર)નો સમાવેશ થાય છે.
આ કામગીરી (૧) નાયબ કલેકટર મનોજકુમાર દેસાઇ (૨) પો.ઈન્સ. બી.જે.સરવૈયા (૩) નાયબ મામલતદાર નિલેશભાઇ કરમુર (કલેકટર કચેરી) (૪) પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી (૫) પો.સ.ઇ. વી.એન.શિંગરખીયા (૬) પો.સ.ઇ. એસ.એસ.ચૌહાણ (૭) પો.સ.ઇ. એસ.વી.કાંબલીયા (૮) એ.એસ.આઇ. વિપુલભાઇ ડાંગર (૯) પો.કોન્સ. સચિનભાઇ નકુમ (૧૦) પો.કોન્સ. કિરપાલસિંહ ચૌહાણ (૧૧) એ.એસ.આઇ. જયદેવસિંહ જાડેજા (૧૨) હેડ કોન્સ. પરેશભાઇ સાંજવા (૧૩) હેડ કોન્સ. શકિતસિંહ ઝાલા (૧૪) હેડ કોન્સ. શકિતસિંહ જાડેજા (૧૫) હેડ કોન્સ. મયુરભાઇ ગોજીયા (૧૬) હેડ કોન્સ. જેઠાભાઇ પરમાર (૧૭) હેડ કોન્સ. લાખાભાઇ પિંડારીયા (૧૮) હેડ કોન્સ. ખીમાભાઈ કરમુર (૧૯) પો.કોન્સ. મનહરસિંહ જાડેજા (૨૦) ડ્રા.હેડ કોન્સ. હસમુખભાઇ કટારા (૨૧) એ.એસ.આઇ. ગિરીશભાઇ ગોજીયા ભાણવડ પો.સ્ટે. (૨૨) હેડ કોન્સ. વિપુલભાઇ મોરી, ભાણવડ પો.સ્ટે. (૨૩) હેડ કોન્સ. ઓમદેવસિંહ જાડેજા, સલાયા પો.સ્ટે. (૨૪) પો.કોન્સ. માંડણભાઇ ગઢવી, ખંભાળીયા પો.સ્ટે. (૨૫) પો.કોન્સ. અરજણભાઇ આંબલીયા ખંભાળીયા પો.સ્ટે. (૨૬) ડ્રા.પો.કોન્સ. જગદીશભાઇ કરમુરએ કરી હતી
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
