તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
સૌરાષ્ટ્ર FMCG, રાજકોટ રિજન દ્વારા આકર્ષક ક્રિકેટ સ્પર્ધાનું આયોજન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: SG ક્રિકેટ કલબ, રાજકોટ ખાતે રાજકોટ રિજન સ્થિત આઠ જેટલી ફૂડ એન્ડ સ્નેકસ મેન્યુફેકચરિંગ કંપનીઓએ એકત્ર થઈને તેમના સમિતિ અધિકારીઓના નૈતૃત્વ હેઠળ જેમ કે જયેશ બાગુલ - (બાલાજી વેફર્સ પ્રા. લિ. રાજકોટ), કિરણ ફફલ (હલ્દીરામર્સ ), જગદીશ પંડિત (ગોપાલ લિમિટેડ ),મયુર કનેરીયા( ગોકુલ સ્નેકસ),રાજન કાલરીયા( ગોકુલ સ્નેકસ ),નિસાત મેઘનાથી( ફનવેવ કંપની ), દિશા મેડમ( ફનવેવ કંપની ), હિરેન કામરીયા(ઈવિટા -એપ્રિકોન ગ્રુપ ), નરેશ નકુમ(પ્રતાપ સ્નેકસ અવધ નમકીન કંપની ) , ધ્રુવ વીરપરિયા બીજ કો, ચીલફિલ )ના નૈતૃત્વ હેઠળ સરસ મઝાનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય કર્મચારીઓમાં ટીમ વર્ક, સ્પર્ધાત્મક ભાવના અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ઉત્સાહ, સફર અને ઉમદા ક્રિકેટનો દેખાવ જોવા મળ્યો હતો. અંતિમ સામનો ગોપાલ સ્નેકસ લિમિટેડ અને ગોકુલ સ્નોકસ પ્રા. લિમિટેડ વચ્ચે રોમાંચક મુકાબલો રહ્યો, જેમાં ગોપાલ સ્નેકસ લિમિટેડ વિજય મેળવી ર્ં''સૌરાષ્ટ્ર FMCG કપ ૨૦૨૫-૨૬'' જીત્યો હતો. પુરસ્કાર વિતરણ સમારોહમાં વિજેતા, ઉપવિજેતા ટીમ તથા શ્રેષ્ઠ બેટ્સમેન, શ્રેષ્ઠ બોલર અને મેન ઓફ દ ટુર્નામેન્ટ જેવા વ્યકિતગત પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા. સૌરાષ્ટ્ર એફએમસીજી સમુદાયને નિર્માણ અને સકારાત્મક કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમો યોજવાનું નિરંતર કાર્ય કરે છે. (
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
